શ્રમિકોની દિવાળી સુધરી: રાજ્યના 6 લાખથી વધુ કામદારોને  817 કરોડનું બોનસ ચુકવાયું 

News18 Gujarati
Updated: October 25, 2019, 5:34 PM IST
શ્રમિકોની દિવાળી સુધરી: રાજ્યના 6 લાખથી વધુ કામદારોને  817 કરોડનું બોનસ ચુકવાયું 
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના આશરે 6,18,001 શ્રમિકોને રૂ. 817.22 કરોડનું બોનસ તેઓની સંલગ્ન સંસ્થા દ્વારા ચુકવાયું છે તથા ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા બોનસ ચુકવણીની પ્રક્રીયા હજુ પણ નિયમ મુજબ ચાલુ છે. 

  • Share this:
દિવાળીનું પર્વ સામાન્ય રીતે લોકો માટે આનંદ અને ઉત્સાહનું પર્વ હોય છે. દિવાળીની ઉજવણી અવનવી ખરીદીની ભરમાર લઇને પણ આવે છે. નોકરિયાત વર્ગ માટે દિવાળીએ મળતું બોનસ ઉજવણીની ખુશીઓમાં ઉમેરો કરે છે અને દિવાળીની ખરીદીમાં મદદગાર પણ નિવડે છે. વિવિધ ખાનગી સંસ્થાઓ પોતાના શ્રમિકો / કર્મચારીઓને દિવાળી બોનસ આપતી હોય છે. રાજ્ય અને કેંદ્ર સરકાર પણ વિવિધ વર્ગના કર્મચારીઓને દિવાળી બોનસ ચુકવતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોનસ ચુકવણી અધિનિયમ-1965 અંતર્ગત ખાનગી સંસ્થા/કંપનીએ શ્રમિકોને વાર્ષિક બોનસની ચુકવણી કરવાની હોય છે.
બોનસ ચુકવણી અધિનિયમ-1965નું યોગ્ય પાલન થાય તથા ઉત્તર ગુજરાતના તમામ શ્રમિકોને વર્ષ 2018-19 નું  મળવાપાત્ર બોનસ મળી રહે તે માટે અમદાવાદ નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે વિશેષ ‘બોનસ સેલ’ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ‘બોનસ સેલ’ તારીખ 10 ઑક્ટોબર૨૦૧૯ થી કાર્યરત છે.

ઉત્તર ગુજરાતના અમદાવાદ સહિતના 7 જિલ્લાની ખાનગી સંસ્થાઓને ‘બોનસ સેલ’ મારફતે જરૂરી માર્ગદર્શન અને દેખરેખ પુરી પાડવામાં આવી રહી છે.

અમદાવાદ નાયબ શ્રમ આયુક્તની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 25 ઑક્ટોબર ૨૦૧૯ સુધીમાં 7 જિલ્લાની 786 જેટલી ખાનગી સંસ્થાઓએ કુલ 2,04,147 શ્રમિકોને 235.97 કરોડનું બોનસ ચુકવ્યું છે.

ગાંધીનગર શ્રમ આયુક્તની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના આશરે 6,18,001 શ્રમિકોને રૂ. 817.22 કરોડનું બોનસ તેઓની સંલગ્ન સંસ્થા દ્વારા ચુકવાયું છે તથા ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા બોનસ ચુકવણીની પ્રક્રીયા હજુ પણ નિયમ મુજબ ચાલુ છે.બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫ મુજબ 21,000/- કે તેથી ઓછી માસિક આવક ધરાવતા ૧૦ કે તેથી વધું શ્રમિકો જ્યાં નોકરી કરતા હોય એ દરેક ખાનગી સંસ્થા/કંપનીએ પોતાના શ્રમિકોને વાર્ષિક બોનસની ચુકવણી કરવાની હોય છે.

બોનસની આ રકમ સંલગ્ન નાણાકિય વર્ષ દરમિયાન શ્રમિકને મળેલ કુલ મહેનતાણાના 8.33 % થી 20% હોય છે.  જે-તે નાણાકિય વર્ષનું બોનસ તે પછીના નાણાકીય વર્ષના નવેમ્બર માસની ૩૦ તારીખ સુધી ચુકવવાનું હોય છે. પરંતુ પારંપરીક રીતે આ બોનસ દિવાળી પર, કેરળમાં ઓણમ પર અને બંગાળમાં દુર્ગા-પૂજા નિમીત્તે ચુકવાય છે.

ઈ.સ. 1917માં પ્રથમ વિશ્વયુધ્ધ વખતે ભારતમાં કાપડ મિલોએ શ્રમિકોને 10 % બોનસ જાહેર કરેલી ત્યારથી આપણે ત્યાં બોનસની પ્રથા ચાલુ થઇ જે આઝાદી બાદ પણ જળવાઇ. 26 મે 1965 ના રોજ બોનસ ચુકવણી ખરડો સંસદમાં પસાર થતા બોનસ ચુકવણી અધિનિયમ-1965 અમલમાં આવ્યો હતો.
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading