અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મૂક્યાનો ફોન, એકની ધરપકડ

News18 Gujarati
Updated: March 16, 2018, 9:35 AM IST
અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મૂક્યાનો ફોન, એકની ધરપકડ

  • Share this:
અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની અફવાને પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કોઈ અજાણી વ્યક્તિએ પોલીસને ફોન કરીને એરપોર્ટમાં બોમ્બ હોવાનું જણાવ્યું હતું. કંટ્રોલ રૂમમાં ફોન આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એરપોર્ટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આથી પોલીસે આ વાત અફવા હોવાની જણાવી હતી.

એકની ધરપકડ

પોલીસ કંટ્રોલ રૂમને નનામો ફોન આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે શહેરના એરપોર્ટ ખાતે બોમ્બ મૂકવામાં આવ્યો છે. જોકે, તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા પોલીસે આ સંદર્ભે ફોન કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવનાર વ્યક્તિનું નામ અલતિયાઝ મહોમ્મદ છે. પોલીસે પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે તેણે જ બોમ્બ હોવાની અફવા અંગેનો ફોન કર્યો હતો. તપાસમાં માલુમ પડ્યું છે કે અલતિયાઝ અગાઉ એરપોર્ટ ખાતે જ નોકરી કરતો હતો.
First published: March 16, 2018, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading