Video : પ્રિયંકા ચોપરાએ જાહેરમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કર્યું Insult

News18 Gujarati
Updated: January 23, 2020, 4:36 PM IST
Video : પ્રિયંકા ચોપરાએ જાહેરમાં ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનું કર્યું Insult
મનીષ અને પ્રિયંકા

આ વીડિયો સામે આવતા જ અનેક લોકો ટવિટર પર તેને ટ્રેન્ડ કરી પર રહ્યા છે.

  • Share this:
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલ જ્યારે મુંબઇમાં આવી હતી તો તેમની એન્ટ્રી ખૂબ જ સ્ટાઇલિશ રહી હતી. પ્રિયંકા, મુંબઇ પોલિસના કાર્યક્રમ ઉમંગ 2020 (Umang 2020)નો ભાગ બનવા પહોંચી હતી. આ ઇવેન્ટમાં પ્રિયંકોનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. પણ હાલ પ્રિયંકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં પ્રિયંકા ચોપરા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Fashion Designer Manish Malhotra) ને ઇગ્નોર કરતી નજરે પડે છે.

આ વીડિયો સામે આવતા જ અનેક લોકો ટવિટર પર તેને ટ્રેન્ડ કરી પર રહ્યા છે. આ એક ટિકટોક વીડિયો છે જેને ફોટોગ્રાફર વિરલ ભયાનીએ શેર કર્યો છે. આ વીડિયોમાં દર્શકોને પહેલી લાઇનમાં અરબાઝ ખાન અને તેની ગર્લફ્રે્નડ, ડાયના પેંટી, મનીષ મલ્હોત્રા (Manish Malhotra), શિલ્પા શેટ્ટી અને તબ્બુ બેઠેલા છે. પ્રિયંકા આવે છે અને એક પછી એક બધાને મળી છે. ડાયનાની બાજુમાં જ મનીષ બેઠેલા છે પણ પ્રિયંકા તેમને ઇગ્નોર કરીને શિલ્પા શેટ્ટીની તરફ આગળ વધી જાય છે. હાલ પ્રિયંકા ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

જો કે તે સ્પષ્ટ કરવું પણ જરૂરી છે કે પ્રિયંકા ચોપરા અને મનીષ મલ્હોત્રા સારા મિત્રો છે. પ્રિયંકા જ્યારે પણ મુંબઇ આવે છે તે મનીષ મલ્હોત્રા સાથે પાર્ટી કરતી નજરે પડે છે. ઉમંગ 2020માં પ્રિયંકા સિવાય આ પ્રોગ્રામમાં સલમાન ખાન, સારા અલી ખાન, કાર્તિક આર્યન જેવા સ્ટાર પર હાજર રહ્યા હતા.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर