Home /News /madhya-gujarat /સ્કૂલના દિવસોમાં મારો જૂનિયર હતો ઉમર ખાલિદઃ હુમા કુરેશી

સ્કૂલના દિવસોમાં મારો જૂનિયર હતો ઉમર ખાલિદઃ હુમા કુરેશી

બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીએ જવહારલાલ યૂનિ. (જેએનયૂ) માં દેશવિરોધી નારા લગાડનાર આરોપી વિદ્યાર્થી ઉમર ખાલિદને લઇને ખુલાસો કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીએ જવહારલાલ યૂનિ. (જેએનયૂ) માં દેશવિરોધી નારા લગાડનાર આરોપી વિદ્યાર્થી ઉમર ખાલિદને લઇને ખુલાસો કર્યો છે.

  • IBN7
  • Last Updated :
મુંબઇ# બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીએ જવહારલાલ યૂનિ. (જેએનયૂ) માં દેશવિરોધી નારા લગાડનાર આરોપી વિદ્યાર્થી ઉમર ખાલિદને લઇને ખુલાસો કર્યો છે. હુમાએ ખુલાસો કરતા કહ્યું છે કે, ઉમર ખાલિદ સ્કૂલના સમયમાં મારો જૂનિયર હતો. હુમાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું છે કે, ઉમર ખાલિદ સ્કૂલમાં મારો જૂનિયર હતો, ભારત જાણે કે, આ સ્ટૂડન્ટ શું કરી રહ્યો છે.

1

આ ટ્વીટ સાથે હુમાએ એક યૂ ટ્યૂબ લિંક પણ શેયર કરી છે, જેમાં ઉમર ખાલિદનું તે ભાષણ છે, જે તેણે રવિવારની રાતે પરત આવ્યા બાદ જેએનયૂ માં આપ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, ઉમર ખાલિદને 9 ફેબ્રુઆરીએ જેએનયૂ માં અફઝલ ગુરૂના ફાંસીના વિરોધમાં થયેલ કાર્યક્રમમાં લગાવવામાં આવેલ દેશવિરોધી નારાઓનો આરોપી માનવામાં આવી રહ્યો છે. અને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે કાર્યક્રમનો આયોજક પણ ઉમર ખાલિદ જ હતો. ઉમર તેજ દિવસથી જેએનયૂ માંથી ફરાર હતો, જે રવિવારે ખુદ જેએનયૂ પરત ફર્યો હતો.
First published:

Tags: અભિનેત્રી, ઉમર ખાલિદ, ખુલાસો, ટ્વીટર, બોલીવુડ, સ્કૂલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन