Board Exam tips: વિદ્યાર્થીઓ ડર વિના અને શાતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ (Department of Education) દ્વારા ખાસ એક્શન પ્લાન (Action Plan) તૈયાર કરાયો છે.
અમદાવાદ: આગામી 28 માર્ચથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો (Board Exam) પ્રારંભ થશે અને રાજ્યભરમાંથી 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર (Ahmedabad) અને ગ્રામ્યમાંથી અંદાજે 1 લાખ 90 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા (students exam) આપવાના છે. ત્યારે વિદ્યાર્થીઓ ડર વિના અને શાતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ (Department of Education) દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
રાજ્યમાં આગામી માર્ચ -2022ની પરીક્ષામાં SSC માટે 9 લાખ 64 હજારથી વધુ સામાન્ય પ્રવાહ માટે 4 લાખ 65 હજારથી વધુ અને વિજ્ઞાન પ્રવાહના 1,08,067 ઉમેદવારો નોંધાયેલ છે. પરીક્ષા ગેરરીતી વગર શાંતિ પૂર્ણ માહોલમાં પાર પડે તે માટે ખાસ એક્શનપ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાંથી ધોરણ 10મા 58 હજારથી વધુ અને અમદાવાદ ગ્રામ્યમાં 48 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10માં પરીક્ષા આપશે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ કુલ મળી 62 હજારથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે જેની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે.
મહત્વનું છે કે ધોરણ 10 અને 12ની પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેની વ્યવસ્થા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા કરાઈ છે.. આ ઉપરાંત વિદ્યાર્થી અને ફરજ બજાવતા કોઈપણ કર્મચારીને પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન સાથે રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોઈપણ અનઅધિકૃત વ્યક્તિ પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ કરી શકશે નહીં તેવી પણ વ્યવસ્થા કરાઈ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર