Home /News /madhya-gujarat /Board Exam: મોત પહેલાના અમનના પરીક્ષા ખંડના CCTV સામે આવ્યા, બેંચ પર માથુ મુકીને સુતો રહ્યો
Board Exam: મોત પહેલાના અમનના પરીક્ષા ખંડના CCTV સામે આવ્યા, બેંચ પર માથુ મુકીને સુતો રહ્યો
પરીક્ષા ખંડના સીસીટીવી
Ahmedabad board Exam News: રખિયાલમાં (Rakhiyal) આવેલી સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને (Commerce students of Std-12) ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. તેનું હોસ્પિટલમાં (Hospital) સારવાર દરમિયાન મોત થયું છે.
અમદાવાદઃ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (Board Exam) શરૂ થયાના પહેલા દિવસે જ બનેલી કરુણ ઘટનાના સીસીટીવી દ્રશ્યો (CCTV) પણ સામે આવ્યા છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા ગયેલ વિધાર્થીની પરીક્ષા ખંડમાં (classroom) જ તબિયત લથડી હતી. અન્ય વિધાર્થીઓ પરીક્ષાનું પેપર લખી રહ્યા હતા ત્યારે આ વિધાર્થી પાટલી પર માથું રાખીને સુઈ રહ્યો હતો. આ દ્રશ્યના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે ઘટનાની કરુણતા એ રહી કે આ વિધાર્થી જીદગીની પરીક્ષા હારી ગયો. સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થયા બાદ બપોરે 3 વાગે ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સીએલ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવા વિધાર્થીઓ પહોંચ્યા. પરીક્ષા માટે પેપર આપવા આવ્યા અને વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ રીતે પેપર લખવા પણ લાગ્યા. ત્યાં સુધી બધું જ સામાન્ય હતું.
જોકે પરીક્ષાખંડમાં બધા જ વિધાર્થી પેપર લખી રહ્યા હતા. પરંતુ અમનની સ્થિતિ સામાન્ય ન હતી. કારણ કે તેની તબિયત ઠીક ન હતી. પરીક્ષા માટે પરીક્ષા ખંડમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી દ્રશ્યો જે સામે આવ્યા છે. તે દ્રશ્ય માં સાફ દેખાઈ રહ્યું છે કે અમનની પાસે બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ પણ પેપર લખી રહ્યા છે પણ અમન પાટલી પર માથું ટેકવીને સૂતો છે.
પરીક્ષાખંડના સુપરવાઈઝર વિધાર્થીઓ આસપાસ ચક્કર લગાવતા પણ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. સુપરવાઈઝરનું અમન પર ધ્યાન જ્તાં તેની તબિયત અંગે પુછી રહ્યા છે. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બાદમાં અમનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો ઉલ્ટી થવાની શરૂ થઈ. જેના પગલે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. અમન પરીક્ષા ખંડની બહાર નીકળતો હોવાના દ્રશ્ય પણ સીસીટીવીમાં કેદ થયા છે.
બાદમાં 108 એમ્બ્યુલન્સમાં અમનનુ BP ચેક કરવામાં આવ્યું. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે અમનને સરસપુર વિસ્તારની શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ અમનના પરિવારજનોને કરવામાં આવી હતી. જેના પગલે તેમના પરિવાર જનો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
હોસ્પિટલમાં અમનની સ્થિતિ ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. બાદમાં તેને ફરજ પરના ડોક્ટરએ મૃત જાહેર કર્યો હતો. અમનને મૃત જાહેર કરતા હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.