અમદાવાદ : ટ્રાફિક નિયમ તોડનારા નબીરાને પોલીસે પાઠ ભણાવ્યો, 70 લાખની BMW જપ્ત

News18 Gujarati
Updated: November 7, 2019, 11:07 PM IST
અમદાવાદ : ટ્રાફિક નિયમ તોડનારા નબીરાને પોલીસે પાઠ ભણાવ્યો, 70 લાખની BMW જપ્ત
ઝડપાયેલી બીએમડબલ્યુ કાર

અમદાવાદ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટ કરી હતી. અને અને લખ્યું હતું કે, 'તમારો સકારાત્મક પ્રતિસાદ અમને વધુ શક્તિ આપે છે.

  • Share this:
ઋત્વિજ સોની, અમદાવાદઃ પહેલી નવેમ્બરથી અમદાવાદ સહિત ગુજરાતમાં (Gujarat) ટ્રાફિક નિયમોનો (traffic rule) કડક અમલ શરૂ થયો છે. લોકો દરેક પ્રકારના નિયમોનું કડકાઈથી પાલન કરે એનું ધ્યાન ટ્રાફિક પોલીસ (Traffic) રાખી રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad traffic police) પણ નિયમોના કડક પાલન કરાવવા માટે કડક બની ગઈ છે. ટ્રાફિક નિયમનો ભંગ બદલ એક નંબર પ્લેટ વગરની આશરે 70 લાખ રૂપિયાની કિંમતી BMW કારને ડિટેન કરી છે. કાર ચાલક પાસે નંબર પ્લેટ ઉપરાંત કારના કાગળ પણ ન હોવાથી આ કારને ડિટેન કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે સેટેલાઇટમાં રહેતા પ્રિયેશ રમણભાઈ પટેલ નંબર વગરની BMW કાર લઈને આજે ગુરુવારે એસજી હાઇવે પાસે આવેલા સિંધુભવન રોડ ઉપથી પસાર થઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ-જેલની બહાર આવતાની સાથે જ હનીપ્રીતે આ ત્રણ કામ કર્યાં

ત્યારે અમદાવાદ A ડિવિઝન ટ્રાફિક પોલીસના પીએસઆઈ એમ.બી વિરજાએ કારને રોકી હતી. અને નંબર પ્લેટ સહિત કારની આરસી બૂક સહિત અન્ય દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ કાર ચાલક પાસે એકપણ ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસે કારને ડિટેન કરી હતી.આ પણ વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશે

આ માહિતી અમદાવાદ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટ કરી હતી. અને અને લખ્યું હતું કે, 'તમારો સકારાત્મક પ્રતિસાદ અમને વધુ શક્તિ આપે છે. વધુ એક નંબર પ્લેટ વગરની અને રિજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ વગરનું વાહન પકડી'.

આ પણ વાંચોઃ-ડૉક્ટરોએ અમિતાભ બચ્ચનને આપી આવી ચેતવણી, જાણો શું છે મામલો

ઉલ્લેખનીય છે કે,પોલીસની સાથે સાથે સામાન્ય જનતા પણ ટ્રાફિક નિયમોના પાલન માટે જાગૃત બની છે. હવે પોલીસ પણ નિયમ ભંગ કરનાર પોલીસ સામે કડકાઈ વર્તે છે અને દંડ વસૂલે છે. ટ્રાફિક પોલીસે પકડેલી બીએમડબૂલ્યુ કારથી સાબિત થાય છે પોલીસ માટે બધા સરખા છે. અમદાવાદ પોલીસે #Rules4All હેશટેગ વાપરીને આ માહિતી ટ્વિટર ઉપર પોસ્ટ કરી હતી.
First published: November 7, 2019, 9:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading