Home /News /madhya-gujarat /Ahmedabad serial blast: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં એક બાદ એક કડીઓ જોડી આતંકી નેટવર્ક સુધી આ રીતે પહોંચી હતી પોલીસ

Ahmedabad serial blast: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં એક બાદ એક કડીઓ જોડી આતંકી નેટવર્ક સુધી આ રીતે પહોંચી હતી પોલીસ

Ahmedabad serial blast news: દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

Ahmedabad serial blast news: દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

  જનક દવે, અમદાવાદઃ દેશમાં ચકચાર મચાવનાર અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Blast Case) મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું એલાન (court to pronounce quantum of punishment against convicts) કરી દેવામાં આવ્યું છે. જેમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે 11ને જનમટીપ એટલે જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. 26 જુલાઇ, 2008નો તે કાળમુખો દિવસ દેશવાસીઓ ક્યારેય પણ નહીં ભૂલે, જ્યારે ગુજરાતના અમદાવાદમાં એક બાદ એક બોમ્બના ધમાકાઓ (Ahmedabad Serial Blast) થઇ રહ્યા હતા. શહેરવાસીઓમાં ભારે ભયનો માહોલ હતો. હોસ્લિટલો ઘાયલોથી ભરાઈ ગઇ હતી. જ્યાં જૂઓ ત્યાં લાશો વચ્ચે આજે પણ તે ચિત્ર યાદ કરતા હૈયું કાંપી ઉઠે છે.

  સાંજના 7.30 વાગ્યા સુધીમાં શહેરમાં એક બાદ એક 20 બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત અને 243 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મોદી સરકાર અને પોલીસ (Gujarat Police) પણ સ્થિતિને કાબૂમાં કરવા સતત પ્રયાસશીલ હતી. તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ (Amit shah) પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યા હતા. બીજી તરફ ડીજીપી પી.સી.પાંડે અને કમિશનર ઓ.પી. માથુરને આ ઘટના પાછળના સંગઠનને પકડવાનો સીધો આદેશ આપવામાં આવ્યો હતો અને સરકારે જે પણ જરૂર પડશે તે તાત્કાલિક પૂરું પાડવાની ખાતરી આપી હતી.

  27મી જુલાઈના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અભય ચુડાસમા તેમની ટીમ સાથે રાતથી જ તપાસમાં લાગી ગયા હતા. ગુનાખોરીની દુનિયાને તોડવા માટે જરૂરી નેટવર્ક IPS અભય ચુડાસમા પાસે પહેલેથી જ મજબૂત છે. તેમને ટીમમાં વધુ અધિકારીઓની જરૂર હતી. તેથી રાજ્ય સરકારે બાકીના કાર્યક્ષમ અધિકારીઓ જી. આલે. સિંઘલ, હિમાંશુ શુક્લા, રાજેન્દ્ર અસારી, મયુર ચાવડા જેમને અલગ-અલગ જગ્યાએ પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમને રાતોરાત ક્રાઈમ બ્રાન્ચ સાથે જોડવામાં આવ્યા હતા. તે દરમિયાન વર્તમાન ડીજીપી આશિષ ભાટિયા જોઈન્ટ સીપી તરીકે કાર્યરત હતા.

  આ રીતે મળી હતી પહેલી કડી

  અભય ચુડાસમા ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. દરેક વ્યક્તિએ પોતપોતાના નેટવર્ક શોધવાનું શરૂ કર્યું. ત્યારે અભય ચુડાસમાને તેમના નેટવર્ક પરથી ખબર પડી કે છેલ્લા કેટલાક દિવસોથી સિમીના કેટલાક લોકો એક્શનમાં જોવા મળી રહ્યા છે. આ ઇનપુટ પર કામ શરૂ થયું. કેટલાક લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કશું હાથ લાગ્યું નહોતું. ત્યારે ડીસીપી અભય ચુડાસમાના સોર્સે જણાવ્યું કે, તેણે ભરૂચમાં બ્લાસ્ટમાં વપરાયેલી લાલ અને સફેદ કાર જોઈ હતી. DCP ચુડાસમાએ તાત્કાલિક IPS જી. એલ. સિંઘલ અને ડેપ્યુટી એસપી મયુર ચાવડાને સાથે લઈ ભરૂચ જવા રવાના થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું તે સ્થળે અધિકારીઓ પહોંચી ગયા હતા. આ ઘરમાંથી પહેલી લીડ મળી હતી. આતંકીઓએ આ જ ઘરમાં બોમ્બ બનાવ્યા હતા. મકાનમાલિકની પૂછપરછ કરતાં એક નંબર મળ્યો. આ નંબરે આખું નેટવર્ક ખોલ્યું હતું.

  દોષિતોને સજા


  અભય ચુડાસમાએ અલગ-અલગ ટીમ બનાવી

  ભરૂચથી અમદાવાદ પરત ફરતી વખતે ત્રણેય અધિકારીઓ વહેલામાં વહેલી તકે નેટવર્ક તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટીમનું નેતૃત્વ કરી રહેલા અભય ચુડાસમાએ તમામ અધિકારીઓની અલગ ટીમ બનાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 350 લોકોને ટીમમાં વહેંચવામાં આવ્યા હતા. અભય ચુડાસમા, આઈપીએસ હિમાંશુ શુક્લા ટેકનિકલ સર્વેલન્સમાં રોકાયેલા હતા. કારણ કે આગળની લીડ ત્યાંથી જ મળવાની હતી. IPS GL સિંઘલને સૌથી મહત્વપૂર્ણ પૂછપરછનું કામ સોંપવામાં આવ્યું હતું. સિંઘલની સાથે ડેપ્યુટી એસપી મયુર ચાવડા પણ હતા. પૂછપરછની લીડ પર લોકોને ઉઠાવવાનું કામ ડેપ્યુટી એસપી રાજેન્દ્ર અસારી, મયુર ચાવડા અને બાકીની ટીમ પર હતું. ડેપ્યુટી એસપી રાજેન્દ્ર અસારીની ટીમ સાથે પુરાવા એકત્ર કરવા અને સાક્ષીઓને તૈયાર કરવાની જવાબદારી હતી. કારણ ક પૂછપરછ બાદ પૂરાવાઓ એકઠ કરવા ખૂબ જરૂરી હતા, જે કેસને મજબૂત બનાવી શકે.

  આ પણ વાંચોઃ-દોષિતોને ફાંસીની સજાથી સંતોષ: જાણો અમદાવાદ બ્લાસ્ટમાં ઘવાયેલા રમણલાલ માળીએ શુ કહ્યું?

  એક બાદ એક કડીઓ જોડાતી ગઇ

  આમ તો, ઉષા રાડા, વી.આર.ટોલિયા, જિતેન્દ્ર યાદવ, જે. ડી પુરોહિત, ભરત પટેલ, તરૂણ બારોટ ઉપરાંત અનેક અધિકારીઓ અને તેમની ટીમ હતી. દરેક વ્યક્તિ મલ્ટી લેયરમાં એક થઈને કામ કરી રહી હતી. ટેક્નિકલ સર્વેલન્સ પર કેટલીક વધુ કડીઓ મળી આવી હતી. એક પછી એક તેને ઝડપી લેવામાં આવી હતી. સૌથી પહેલા ઝાહિદ શેખને ઉપાડવામાં આવ્યો. એક પછી એક કડીઓ જોડવામાં આવી. કડી સીધી લખનઉ પહોંચી. 13 ઓગસ્ટના રોજ IPS હિમાંશુ શુક્લા અને ડેપ્યુટી એસપી મયુર ચાવડા લખનઉ પહોંચ્યા હતા. જ્યાથી મુફ્તી અબુ બશીરનું નામ સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓ માટે આ કેસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટી સફળતા હતી. તેને લાવવામાં કોઈ વિલંબ ન થાય અને બાકીના આતંકવાદીઓને ભાગવાની તક ન મળે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લખનઉ ખાસ ફ્લાઈટ મોકલીને મુફ્તી અબુ બશીરને લાવવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી મોદીને તપાસની દરેક નાની-મોટી માહિતી આપવામાં આવી રહી હતી.

  બ્લાસ્ટના દોષિતો


  અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા

  IPS જી.એલ.સિંઘલ અને તેમની ટીમ શકમંદોની પૂછપરછમાં કડીઓ જોડવાનું કામ કરી રહી હતી. એક પછી એક નામો ખૂલતા હતા. અમદાવાદ, ભરૂચ, ભુજ, સુરત, યુપી સુધી કનેક્શન જોડાઇ રહ્યા હતા. અને વિવિધ આરોપીઓના નામ બહાર આવી રહ્યા હતા. મુફ્તી અબુને જે દિવસે લાવવામાં આવ્યો તે દિવસે અલગ-અલગ ટીમોએ અલગ-અલગ જગ્યાએથી 10 આરોપીઓને પણ પકડ્યા હતા એટલે કે એક જ દિવસમાં 13 આરોપીઓ ઝડપાયા હતા. તમામની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી રહી હતી. અધિકારીઓની ટીમે 15 ઓગસ્ટ સુધી 30 આરોપીઓને પકડ્યા હતા. એટલે કે તપાસ શરૂ થયાના માત્ર 19 દિવસમાં અમદાવાદ પોલીસને દેશના સૌથી મોટા આતંકવાદી નેટવર્કને પકડવામાં સફળતા મળી હતી. આ જ આરોપીઓએ અમદાવાદ બ્લાસ્ટ પહેલા બેંગ્લોર, હૈદરાબાદ, વારાણસી, જયપુરમાં બ્લાસ્ટ કર્યા હતા. જે રાજ્યોમાં વિસ્ફોટ થયા હતા તે રાજ્યોની પોલીસ હજુ પુરાવાઓ શોધી રહી હતી. ત્યાં સુધી અમદાવાદ પોલીસે આતંકવાદીઓને પકડી લીધા હતા. સિમીના નવા રૂપથી ઈન્ડિયન મુજાહિદ્દીનની કમર એવી તૂટી કે આજ સુધી આ નેટવર્ક ઊભું થઇ શક્યું નથી.
  " isDesktop="true" id="1180850" >

  આતંકી નેટવર્કના આ આંકડા પર એક નજર

  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદમાંથી 13, વડોદરામાંથી 05, ભરૂચમાંથી 01, ભુજમાંથી 01, સુરતમાંથી 02, મહારાષ્ટ્રમાંથી 11, મધ્યપ્રદેશમાંથી 12, કર્ણાટકમાંથી 10, ઉત્તર પ્રદેશમાંથી 09, કેરળમાંથી 05, આંધ્ર પ્રદેશમાંથી 03, રાજસ્થાનમાંથી 02, ઝારખંડમાંથી 01 અને બિહારમાંથી 01 આવા 78 આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે 30 આરોપીઓ ભેગા થયા, તો સિમીના લોકોનો રોલ પણ સામે આવ્યો. ખરેખર અમદાવાદ બ્લાસ્ટનું ષડયંત્ર ડિસેમ્બર 2007માં જ ઘડવામાં આવ્યું હતું, ત્યારબાદ વાઘામોણ અને પાવાગઢના જંગલોમાં આતંકવાદીઓની ટ્રેનિંગ થઈ હતી. તે તાલીમમાં ભાગ લેનારા ઘણા આતંકવાદીઓ વિસ્ફોટો પહેલા મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પકડાયા હતા. જેમની ભૂમિકા પ્રકાશમાં આવ્યા પછી તેઓની ટ્રાન્સફર વોરંટ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આ 38 દોષિતોને થઇ ફાંસીની સજા, જોઇ લો યાદી

  આરોપીઓ પાસેથી થયા ચોંકાવનારા ખુલાસા

  પ્રારંભિક ધરપકડ કરવામાં બાદ તમામ આતંકવાદીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. જે દર્શાવે છે કે તપાસનું મેરિટ કેટલું છે. આરોપીની પૂછપરછ દરમિયાન બાટલા હાઉસ સુધીની માહિતી બહાર આવી હતી. આ આતંકવાદી જૂથના બાકીના સભ્યો દિલ્હીમાં કંઈક કરવા જઈ રહ્યા છે. આ માહિતી કેન્દ્ર સરકારને આપવામાં આવી હતી, પરંતુ તેને રોકવામાં અસફળતાના કારણે 13 સપ્ટેમ્બર, 2008ના રોજ 5 શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 25થી વધુ લોકોના મોત થયા હતા. જે બાદ બાટલા હાઉસ એન્કાઉન્ટર પણ થયું હતું. આજે આ મોડ્યુલના 13 લોકો વોન્ટેડ છે, જેમાં સૌથી મોટા ચહેરામાં રિયાઝ ભટકલ, ઈકબાલ ભટકલ અને અમીર રઝા સામેલ છે, જેઓ પાકિસ્તાન ભાગવામાં સફળ થયા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Ahmedabad blast case, Ahmedabad news, Crime news, Gujarat police, Gujarati news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन