'અમારી સરકાર છે, બાપુનગરમાં કોઈને પણ હાથ લગાડ્યો તો PI નહીં રહે', ધમકી આપનાર BJP કાર્યકર સસ્પેન્ડ

News18 Gujarati
Updated: October 1, 2019, 5:26 PM IST
'અમારી સરકાર છે, બાપુનગરમાં કોઈને પણ હાથ લગાડ્યો તો PI નહીં રહે', ધમકી આપનાર BJP કાર્યકર સસ્પેન્ડ
વિક્કી ત્રિવેદીની ફાઇલ તસવીર

અમદાવાદ ભાજપે (Ahmedabad BJP) પોલીસને (Police) ધમકી (Threat) આપનાર યુવા મોરચાના (BJYM) નેતા વિક્કી ત્રિવેદીને (Vicky Trivedi) પાર્ટીના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો. વિક્કી ત્રિવેદીનો પોલીસને ગાળો આપતો વીડિયો વાયરલ થયો હતો.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસને (Police) ધમકી આપનાર નેતા વિક્કી ત્રિવેદી (Vicky Trivedi)ને વીડિયોના માધ્યમથી પોલીસને ગાળો આપવાની ઘટના બાદ તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો છે. ગઈકાલે રાત્રે એક મારામારીના બનાવમાં વિક્કી ત્રિવેદી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જોકે, ભાજપે વિક્કીને પોલીસને ગાળો આપતા વીડિયો બદલ સસ્પેન્ડ કર્યો છે. વિક્કીની ફેસબુક પ્રોફાઇલ પર તેણે પોતાની ઓળખ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચના ગીર સોમનાથ જિલ્લાના સહ પ્રભારી તરીકેની આપી છે. આ વીડિયો વાયરલ થયા બાદ વિક્કીએ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેને કૉગ્રેસના મિત્રોએ ઉશ્કેરી વીડિયો દોઢ મહિના પહેલાં તૈયાર કરાવ્યો હોવાનો બચાવ કર્યો છે. વિક્કી ફેસબૂક પોસ્ટમાં માફી પણ માગી રહ્યો છે.

વાયરલ વીડિયો 'બદલી કરાવાની તાકાત રાખે છે વિક્કી'

googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

આ વીડિયોમાં વિક્કી કહે છે કે' લોકતંત્રની વાત કરવામાં આવે તો બાપુનગરની આમ જનતાને હેરાન કરતા પોલીસ ઇન્સ્પેક્ટરની વિરુદ્ધમાં હું એક સ્ટેટમેન્ટ આપવા માંગું છું કે આ લોકતંત્ર છે, લોકોની લાગણી છે, માંગણી છે. મારી લાગણી છે કે અમારી પાર્ટીની સરકાર છે. ખોટી રીતે કોઈને હેરાન કરવામાં આવશે ફરિયાદ સાંભળવામાં નહીં આવે, આખા બાપુનગરમાં કોઈના પર ખોટી રીતે હાથ લગાડવામાં આવ્યો તો PI નહીં રહે બદલવાની તાકાતા રાખે છે આ વિક્કી ત્રિવેદી NK વ્યાસ સાહેબ તમારા પી.આઈને મોઢા પર કહું છું 48 કલાકમાં સુધરી જજો, બાપુનગરની જનતાને કોઈ હાથ પણ અડાવશે તો.. આ વીડિયો વાયરલ કરવાની રેકોર્ડ કરવાની પણ છૂટ છે.' (વાયરલ વીડિયોમા સંભળાતા અશોભનીય શબ્દોને મ્યૂટ કર્યા છે.)

ફેસબુક પર માફી માંગી, કૉંગ્રેસ પર આક્ષેપ કર્યો
વિક્કીએ આજે બપોરે એક ફેસબુક પોસ્ટ મૂકી અને માફી માંગી હતી. વીડિયો મૂકીને તેણે પોતે નિર્દોષ હોવાનું અને વીડિયો દોઢ મહિના જૂનો હોવાનું રટણ કર્યુ હતું. વિક્કી એમ પણ જણાવ્યું કે તેના પર કૉંગ્રેસના ઉપાધ્યક્ષ પર હાથ ઉપાડવાની ફરિયાદ ખોટી રીતે થઈ છે, તેણે હાથ ઉપાડ્યો નથી. વિક્કીએ બચાવ કરતા કહ્યું હતું કે કૉંગ્રેસના મિત્રોએ યોજનાબદ્ધ રીતે તેનો વીડિયો રેકોર્ડ કરાવી તે અસ્વસ્થ હાલતમાં હતો ત્યારે ઉશ્કેરી અને વીડિયો વાયરલ કર્યો છે.
First published: October 1, 2019, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading