Home /News /madhya-gujarat /

માણસની છાતી 56ની હોય જ નહીં, ભાજપ જ PMનું અપમાન કરે છે : મોઢવાડિયા

માણસની છાતી 56ની હોય જ નહીં, ભાજપ જ PMનું અપમાન કરે છે : મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયા

"ન્યાય યોજના અમારા ચૂંટણી ઢંઢેરામાં છે. ભાજપે 2014માં પણ દેશ માફીની વાત કરી હતી. ન્યાય દ્વારા અમે 25 કરોડ ગરીબોને મદદની વાત અમે કરી છે."

    હિમાંશુ વોરા, અમદાવાદ : પીએમ મોદી માટે અશોભનીય શબ્દ ઉપયોગ કરવા બદલ ભાજપે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરીને તેમની સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે. આ મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપ જ પીએમ મોદીનું અપમાન કરે છે.

    અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, "મને આશ્ચર્ય થાય છે કે ભાજપ જ દેશના વડાપ્રધાન મોદીનું અપમાન કરે છે. પીએમ મોદીએ ફક્ત ભાષણથી જ પાકિસ્તાનને હરાવવાની વાત કરી હતી. પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ક્યારેય એવું ન્હોતું કહ્યું કે તેમણે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. રોજ કોઇ ઘટના બને અને 56ની છાતીની વાતો કરવામાં આવે છે. હકીકતમાં માણસની છાતી 56ની ઇંચની હોય જ નહીં. આવું કહીને ભાજપના કાર્યકરો વડાપ્રધાનનું અપમાન કરે છે."

    પીએમ મોદી સામે આચાર સંહિતાની ફરિયાદ કરવા અંગે મોઢવાડિયાએ જણાવ્યું કે, "ભાજપ અને મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ પાકિસ્તાનના મુદ્દે વોટ માંગતા હતા. જવાનો શહીદ થાય ત્યારે મોદી તેમના નામે મત માંગે છે. ચૂંટણી પંચે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં મોદી આચર સંહિતાનો ભંગ કરે છે. આ મામલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તેમની ધરપકડ થવી જોઈએ."

    પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના તાજેતરના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, "ઇમરાન ખાનના નિવેદન અંગે મોદી જ જવાબ આપી શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને 2014માં શપથગ્રહણ સમારંભમાં બોલાવનારા મોદી જ હતા, એટલું જ નહીં આમંત્રણ વગર પાકિસ્તાન પહોંચી જનારા પણ નરેન્દ્ર મોદી જ હતા. મોદી પાકિસ્તાન સાથે મળીને કુસ્તીનો ખોટો દેખાડો કરે છે. જે લોકો પીડીપી સાથે મળીને સરકાર બનાવે છે તે લોકો કાશ્મીર સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકે? ભાજપના સાશનમાં કાશ્મીરમાં ચાર મોટા આતંકી હુમલા થયા છે."

    શું ઉદ્યોગપતિને મદદ એ લાલચ નથી?

    કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર વાત કરતા અર્જુનિ મોઢવાડિયાએ જણાવ્યું કે, "ન્યાય યોજના અમારા ચૂંટણી ઢંઢેરામાં છે. ભાજપે 2014માં પણ દેશ માફીની વાત કરી હતી. ન્યાય દ્વારા અમે 25 કરોડ ગરીબોને મદદની વાત અમે કરી છે. અમે આરોગ્ય, શિક્ષણ અને રોજગાર મુદ્દે વચન આપ્યા છે. આ કોઈ લાલચ નથી પણ અમારો ઢંઢેરો છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Arjun Modhwadia, Ec, Election commission, Lok Sabha Election, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन