કર્ણાટક ચૂંટણી પરિણામ પર જીતુ વાઘાણીએ કહ્યુ- 'રાહુલનો હાથ છોડો'

News18 Gujarati
Updated: May 15, 2018, 2:58 PM IST
કર્ણાટક ચૂંટણી પરિણામ પર જીતુ વાઘાણીએ કહ્યુ- 'રાહુલનો હાથ છોડો'

  • Share this:
કર્ણાટકમાં ભાજપને મળેલી જીતની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ  ગરબા રમીને રમઝટ બોલાવી હતી અને જીતની ઉજવણી કરી હતી. અમદાવાદ જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભાજપ દ્વારા કર્ણાટક ચૂંટણીના પરિણામોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યકરોએ ભાજપના ઝંડા અને ખેસ ધારણ કરીને પોતાની પાર્ટી જીતની ખુશી વ્યક્ત કરી હતી .ત્યારે કર્ણાટકમાં મળેવી જીતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

વિજય રૂપાણી: 'કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્ય જતાં જાય છે. જનતા કોંગ્રેસને સંપૂર્ણ રીતે રિજેક્ટ કરે છે. કર્ણાટકની જનતાએ ભાજપને વિજય બનાવી. તે એવું જ દર્શાવે છે કે મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. કર્ણાટકની ચૂંટણીમાં જે જીત મળી છે. તે આવનારા 2019ની ચૂંટણીમાં જીત મળશે તેવું દર્શાવી રહી છે. 2019માં લોકો મોદીને જીત અપાવી સત્તાનું સુકાન સોપશે. કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્ય જતુ જાય છે. સ્વાભાવિક છે કે દેશની જનતા વિકાશને વળગેલી છે. લોકોને ખબર છે કે વિકાસ મોદીના નેતૃત્વમાં જ થશે. કોંગ્રેસ જાતિવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ અને ભાગલા પાડાવવા છેલ્લુ રાજકાણ રમી રહી છે. કર્ણાટકની જનતાને લાખ લાખ અભિનંદ આપુ છું'


જીતુ વાઘાણી: ' કર્ણાટકમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે જે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન. અમિત શાહના નેતૃત્વ હેઠળ કર્ણાટકમાં આ જીત મળી છે. જેથી ભાજપને કર્ણાટકમાં મળેલી જીદ બદલ ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓ વતી કર્ણાટકવાસીઓને ખુબ ખુબ અભિનંદન નરેન્દ્રભાઈ અને અમિત શાહના નેતૃત્વમાં 2014થી 14 રાજ્યમાં ભાજપને જીત મળી છે. કોંગ્રેસે રહીસહી આબરૂ પણ ખોય છે. મારી ગુજરાતીઓને વિનંતી છે કે રાહુલનો હાથ છોડી દે કારણ કે રહીસહી આબરૂ પણ રહેવાની હવે કોઈ સંભાવના નથી. '

First published: May 15, 2018, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading