અમિત શાહ અને આનંદીબેનના ગજગ્રાહમાં શું અડવાણી બાજી મારી જશે ?

News18 Gujarati
Updated: March 15, 2019, 9:22 PM IST
અમિત શાહ અને આનંદીબેનના ગજગ્રાહમાં શું અડવાણી બાજી મારી જશે ?

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

ભાજપ દ્વારા ચૂંટણી ઉમદેવાર પસંદ કરવાની સેન્સ લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, તે દરમિયાન રાજ્યના બે દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાં ઝપલાવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ખાસ કરીને ગાંધીનગરની સીટ માટે બીજેપીમાં ભારે હુંસાતુંસી શરુ થઇ ગઈ છે. આ બેઠક માટે સૂત્રોનું માનીએ તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને પૂર્વ મુખમંત્રી આનંદી બેન પટેલના સમર્થકો ફરી આમને-સામને આવી ગયા છે. આ બંનેની આક્રમકતા જોતા ફરી ગાંધીનગર બેઠક માટે ક્યાંક લાલકૃષ્ણ અડવાણીને રિપીટ કરવા પડે તેવી પરિસ્થિતિનું સર્જન થાય તો નવાઈ નહિ !

અહીં ક્લિક કરી વાંચોઃ હજી પણ PUBG તમારા મોબાઇલમાં છે તો વાંચી લો આ સમાચાર

હાલ ગાંધીનગર માટે અમિત શાહનું નામ ચર્ચામાં આવતા હાલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ પણ મેદાનમાં આવી ગયા છે અને તેમણે પણ ગાંધીનગરથી નોંધાવી દાવેદારી રજુ કરી છે. વળી, જો પાર્ટી 75 વરસથી વધુના ઉંમરના લોકોને ટિકિટ ન આપતી હોય તો તેમણે તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાય તેવી લાગણી પણ વ્યક્ત કરી છે.

એટલે સુધી કે, જો આનંદી બેનને ટિકિટ મળે તો તેમને કોઈ પ્રધાન પદ નથી જોઈતું તેવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી છે. આ કારણે તેમણે પોતાના સમર્થકો માટે જ 4 દિવસનો ગુજરાતનો પ્રવાસ ગોઠવ્યો હોવાનું જાણકારીમાં આવ્યું છે.આનંદીબેનની આ રણનીતિ થી અમિત શાહના સમર્થકોમાં ચિંતા પ્રસરી છે. જો હવે આનંદીબેન પટેલ દાવેદારી નોંધાવે તો અમિત શાહ પણ આ સીટ પર રિપીટ થિયરી હેઠળ એલ કે અડવાણીને જ ટિકિટ આપવાની ભલામણ કરી શકે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ઇલેકશન દરમિયાન પણ આનંદીબેન પટેલની જીદના કારણે અમિત શાહે કરી રિપીટ થિયરી આગળ ધરતા અમિત શાહ પોતાના અંગત ગણાતાને પણ ટિકિટ અપાવવામાં અસફળ રહ્યા હતા.
Published by: Sanjay Vaghela
First published: March 15, 2019, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading