રાફેલ મામલે ભાજપ 'રાહુલ ગાંધી દેશની માફી માંગે'ના નારા સાથે રાજ્ય વ્યાપી વિરોધ કરશે

News18 Gujarati
Updated: November 16, 2019, 8:02 AM IST
રાફેલ મામલે ભાજપ 'રાહુલ ગાંધી દેશની માફી માંગે'ના નારા સાથે રાજ્ય વ્યાપી વિરોધ કરશે
પ્રતિકાત્મક તસવીર

કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : કૉંગ્રેસના જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા કરવા માટે તારીખ ૧૬ નવેમ્બર ૨૦૧૯, શનિવારે સમગ્ર ગુજરાતમાં જીલ્લા સ્તરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર તેમજ ‘રાહુલ ગાંધી દેશની માફી માંગે'ના નારા સાથે પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે. રાફેલ સોદા મામલે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. રાફેલ મુદ્દે દેશને ગુમરાહ કરી મર્યાદાહીન તથા હલકી રાજનીતિ કરવા બદલ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટી જાહેરમાં દેશની જનતાની માફી માંગે તેવી ભાજપ દ્વારા માગ કરવામાં આવી..

રાફેલ સોદા મામલે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થયેલ છે. જે સાબિત કરે છે કે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો સંપૂર્ણ રીતે જુઠ્ઠા અને મનઘડત છે. ડિસેમ્બર 2018 બાદ ફરી એકવાર 14 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસને ફટકાર લગાવી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  ભારતને પ્રથમ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ 2020 સુધી મળશે, રશિયાને પૈસાની ચૂકવણી કરી

કૉંગ્રેસનેતા અને તત્કાલિન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ પાર્ટી દ્વારા સંસદમાં અને જાહેરમંચ પરથી લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત જુઠ્ઠુ બોલીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો વારંવાર પ્રયોગ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. કૉંગ્રેસને દેશહિત કરતા રાજકીય સ્વાર્થ વધારે વહાલો છે જ્યારે ભાજપા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે. રાફેલ મુદ્દે દેશને ગુમરાહ કરી મર્યાદાહીન અને હલકી રાજનીતિ કરવા બદલ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટી જાહેરમાં દેશની જનતાની માફી માંગે.

આ પણ વાંચો : ઇકૉનોમી પર બોલ્યા મંત્રી - ઍરપોર્ટ-ટ્રેન ફુલ, લોકો લગ્ન કરી રહ્યા છે, ક્યાં છે મંદી

કૉંગ્રેસના જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા કરવા માટે તારીખ ૧૬ નવેમ્બર ૨૦૧૯, શનિવારે સમગ્ર ગુજરાતમાં જીલ્લા સ્તરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર તેમજ 'રાહુલ ગાંધી દેશની માફી માંગે'ના નારા સાથે પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે તેમ વાઘાણીએ જણાવ્યું હતું.
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading