બીજેપી 'સરલ' : દેશભરના કોઈ પણ ખૂણાના બીજેપીના કાર્યકરોની વિગત એક ક્લિકમાં મળશે

News18 Gujarati
Updated: November 20, 2019, 8:21 AM IST
બીજેપી 'સરલ' : દેશભરના કોઈ પણ ખૂણાના બીજેપીના કાર્યકરોની વિગત એક ક્લિકમાં મળશે
ફાઇલ તસવીર

ભાજપ રાષ્ટ્રીય સ્તર પર એક સોફ્ટવેર બનાવી રહ્યું છે. આ સોફ્ટરવેર હાલ પરીક્ષણના સ્તર પર છે. જે બાદ દેશભરના ભાજપના કાર્યકર્તાઓની વિગત તેમાં અપલોડ કરવામાં આવશે.

  • Share this:
ગાંધીનગર : ભાજપ હવે નવી વેબસાઈટ બનાવવાનું આયોજન કરી રહ્યું છે. હાલમાં ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવા છતાં પાર્ટી પાસે તમામ કાર્યકર્તાઓની માહિતી નથી. માત્ર સક્રિય કાર્યકર્તાઓની માહિતી પક્ષ પાસે છે. આ માટે હવે ભાજપ "સરલ" સિસ્ટમ વિકસાવી રહ્યું છે. દેશના કોઇપણ ખૂણાના કાર્યકર્તાની માહિતી માત્ર એક ક્લિક પર મળી રહે તેવું આયોજન રાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં સૌથી વધારે કાર્યકર્તાઓ ધરાવતી રાજકીય પાર્ટી છે. દાવો છે કે દેશભરમાં પક્ષના 11 કરોડ કાર્યકર્તાઓ છે. હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું હોવાથી કાર્યકરોની સંખ્યા વધવાની આશા છે. જોકે, 11 કરોડ કાર્યકર્તાઓ હોવા છતાં પક્ષ પાસે સક્રિય કાર્યકર્તાઓ સિવાયના કાર્યકર્તાઓની વિગત નથી. આ માટે હવે રાષ્ટ્રીય સ્તર પર ભાજપ "સરલ"ના માધ્યમથી કોઇપણ કાર્યકર્તાનો ડેટા આસાનીથી મળી શકે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કામ લગભગ આગામી છ મહિનામાં પૂરું થશે. ભાજપ રાષ્ટ્રીય સ્તર પર એક સોફ્ટવેર બનાવી રહ્યું છે. આ સોફ્ટરવેર હાલ પરીક્ષણના સ્તર પર છે. જે બાદ દેશભરના ભાજપના કાર્યકર્તાઓની વિગત તેમાં અપલોડ કરવામાં આવશે.

આ પણ વાંચો : બીજેપી-શિવસેના વચ્ચે 30 વર્ષ જૂની મિત્રતા, જાણો બંને વચ્ચે ક્યારે-ક્યારે થયાં અબોલા

ગત વખતે સંગઠન પર્વ દરમિયાન માત્ર મિસકોલ કરીને કાર્યકર્તા બનાવવામાં આવ્યા પરંતુ તેમાં તમામ કાર્યકર્તાની વિગતો એકઠી થઇ ન હતી. આ વખતે તમામ વિગત સાથે જ કાર્યકર્તા બનાવવામાં આવ્યા છે, તેમજ જે ડેટા સેવ થયો છે તે તમામ ડેટા "સરલ" નામના સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે. કાર્યકર્તા અને નેતાની વિગત સાથે તેમનો ફોટો પણ અપલોડ કરવામાં આવશે. આ સોફ્ટવેર રાષ્ટ્રીય સ્તર પર બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક રાજ્યના પ્રદેશ સંગઠનને તેનો યૂઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવશે. સાથે જ જીલ્લા સ્તરે પર પણ તેનો એક્સેસ આપવામાં આવશે. આ સિવાય કોઈને એક્સેસ આપવામાં આવશે નહીં. આમ તો આ બીજેપીની આંતરિક વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન છે. જે પ્રમાણે દરેક રાજ્યનો ડેટા દિલ્હી ખાતે મોકલી તે ડેટા આ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવશે.

આ પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં નવું સમીકરણ બની રહ્યું છે? બીજેપીએ બહુ ઝડપથી સરકાર બનાવવાનો દાવો કર્યો

આ સોફ્ટવેર બનાવવાથી ભાજપની આંતરિક વ્યવસ્થા સુદ્રઢ બનશે, સાથે જ કોઇપણ પદેશ સંગઠન દેશના કોઇપણ ખૂણામાં રહેલા ભાજપના કોઇપણ કાર્યકર્તાની વિગત સરળતાથી મેળવી શકશે. 'સરળ'થી આંતરરાજ્ય સંકલનમાં પણ સરળતા રહેશે.
First published: November 20, 2019
વધુ વાંચો
अगली ख़बर