જીતુ વાઘાણીની કાર્યકરોને સૂચના, 'અયોધ્યા કેસનો ચૂકાદો આવ્યા બાદ શાંતિ જાળવવી'

News18 Gujarati
Updated: November 9, 2019, 7:06 AM IST
જીતુ વાઘાણીની કાર્યકરોને સૂચના, 'અયોધ્યા કેસનો ચૂકાદો આવ્યા બાદ શાંતિ જાળવવી'
જીતુ વાધાણી (ફાઇલ તસવીર)

રામ મંદિરનો પણ ચુકાદો અવાનો છે, ત્યારે ભાજપનો દરેક કાર્યકર એ સમાજની વ્યવસ્થા બની રહે અને સંયમ જળવાય એ ભાજપનો રોલ રહેવાની સૂચના આપી

  • Share this:
મયુર માકડીયા, અમદાવાદ: અમદાવાદ શહેર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં સુપ્રીકોર્ટ દ્વારા રામ મંદિરનો આવનારો ચુકાદો એ કેન્દ્ર સ્થાને રહ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રામ મંદિરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરવાની છે. ત્યારે કાર્યકરોને ચુકાદો આવે ત્યારે સમાજની વ્યવસ્થા બની રહે સંયમ જળવાય એ ભાજપનો રોલ રહેવાની સૂચના આપી છે.

દિવાળી બાદ પ્રદેશ ભાજપના દરેક જિલ્લા અને શહેર સંગઠન દ્વારા નવા વર્ષેના સ્નેહમિલન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા પણ અમદાવાદ રિવરફન્ટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

દિવાળીના આ સ્નેહમિલન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર મામલે આવનારો ચુકાદો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કાર્યકરો ને સંબોધતા ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ વચનો હવે પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત હવે રામ મંદિરનો પણ ચુકાદો અવાનો છે. ત્યારે ભાજપનો દરેક કાર્યકર એ સમાજની વ્યવસ્થા બની રહે અને સંયમ જળવાય એ ભાજપનો રોલ રહેવાની સૂચના આપી હતી.

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આવતીકાલે શ્રી રામ જન્મભૂમિ - અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાત ભરમાં યોજાનાર ભાજપાના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. વાઘાણીએ કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી આપણે સૌ શ્રી રામ જન્મભૂમિ અંગેના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આવતીકાલે સન્માનનીય સુપ્રીમ કોર્ટનો આ અંગે જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.

આ મામલે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રામ મંદિરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરવાની છે. ચુકાદો આવે ત્યારે સમાજની વ્યવસ્થા બની રહે અને સંયમ જળવાય એ ભાજપનો મુખ્ય રોલ રહેશે. આજ વાત પ્રધાનમંત્રી અને અમિત શાહ કરે છે.

તો ખેડૂતો મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોની વાત કૉંગ્રેસના મોઢે શોભતી નથી, ભૂતકાળમાં આકસ્મિક ઘટનાઓ બની છે, કુદરતી આફતો આવી છે, ત્યારે કોંગ્રેસ માત્ર સંવેદના ભડકાવે છે. સરકાર ચિંતિત છે, કેન્દ્ર સરકારે પણ નિર્ણય લીધા છે. કોંગ્રેસે ભૂતકાળમાં ક્યારેય કાઈ કર્યું નથી. કોંગ્રેસ માત્ર દેખાવો કરે છે, તે ના ખેડૂત સાથે છે ના જનતા સાથે, માત્ર રાજનીતિ કરે છે. કોંગ્રેસ અત્યારે કાળા તીડ જેવું કામ કરી રહી છે, કોંગ્રેસ વિખેરવાનું કામ કરે છેઅમે જોડવાના કામ કરીએ છે.
First published: November 8, 2019, 10:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading