Home /News /madhya-gujarat /

Assembly Election: BJP પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા

Assembly Election: BJP પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા

પ્રદેશ પ્રભાવી ભૂપેન્દ્ર યાદવ

Gujarat Assembly Election: બીજેપી (BJP) સરકાર હવે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત યાત્રામાં યાદવે આગામી ચૂંટણીને લઈને પક્ષની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

  ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel)ની નવી સરકાર રચાયા બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ (Bhupendra Yadav) ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. જણાવી દઈએ કે આ બે દિવસ દરમ્યાન સરકાર અને ભાજપ સંગઠનમાં બેઠકનો સિલસિલો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે બીજેપી (BJP) સરકાર હવે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે, જે અંતર્ગત પોતાની ગુજરાત યાત્રામાં યાદવે આગામી ચૂંટણીને લઈને પક્ષની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

  આ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil)ની અધ્યક્ષતામાં ભાજપની બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગામી થોડા જ દિવસોમાં રાજ્યમાં ચૂંટણીની તારીખો અંગે જાહેરાત કરી દેવામાં આવશે. જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણી લઈને આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

  આ મહત્વપૂર્ણ બેઠકમાં પક્ષના ટોચના હોદ્દેદારો સાથે વિવિધ મુદ્દાઓને લઈને લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચૂંટણા પહેલા પ્રવર્તમાન યોજનાઓથી ગુજરાતની પ્રજાને મળતા સરકારી લાભ અને પ્રજાની આગામી સમયમાં સરકાર પાસેથી આશા અપેક્ષાઓના મુદ્દે પણ વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ આગેવાનોને પોત પોતાના મતવિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને પ્રજા સુધી પહોંચાડવા અને પ્રજાને માહિતગાર કરવા અંગેનુ પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  ચૂંટણી પ્રબંધન સમિતીની બેઠક
  આ સિવાય પણ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપના મુખ્યાલય કમલમ, ગાંઘીનગર ખાતે પણ ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક કરી હતી. આ બેઠકમાં યાદવે વિધાનસભા ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મીડિયા વિભાગ, વિવિધ સેલ, મોરચા અને સોશિયલ મીડિયા વિભાગ સાથે પણ સંવાદ કર્યો હતો અને તમામને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ભૂપેન્દ્ર યાદવે ગુજરાત સરકારના કેટલાક આગેવાનોને પોતાના વ્યર્થ અને અર્થહીન નિવેદનોથી દૂર રહેવાની સલાહ પણ આપી છે.

  આ પણ વાંચોઃ-વાહ..! 10 વર્ષના બાળકે બેસાડ્યો ઈમાનદારીનો દાખલો, રૂ. 5 લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત સોંપ્યો

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા હવે તડામાર તૈયારીઓનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે 200 દિવસ જૂની ભુપેન્દ્ર પટેલની સરકાર સાથે તેમણે 7થી 8 બેઠકો યોજી હતી. ભાજપની આ બેઠકોને લઈને વિપક્ષમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે.

  આ પણ વાંચોઃ-Hardik Patel: કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે કહ્યું 'અમે રામના ભક્ત,' દિલ ખોલીને BJPના કર્યા વખાણ

  આ છે વિવિધ પાર્ટીઓના લક્ષ્ય
  આ વર્ષે જ ગુજરાતમાં જ્યારે વિધાનસભા ચૂંટણીઓ છવા જઈ રહી છે, ત્યારે વિવિધ પક્ષો દ્વારા પોતાની પાર્ટી માટે નિશ્ચિત સીટો જીતવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. બીજેપીને આ વખતે કેન્દ્ર તરફથી 182માંથી 150 સીટ જીતવાનો લક્ષ્ય આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે 125 સીટ પર જીતનો દાવો કર્યો છે. સાથે જ ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરવા માંગતા કેજરીવાલની આમ આદમી પાર્ટીના ગુલાબ સિંહ દ્વારા 55થી 58 સીટ પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Assembly Election 2022, BJP Guajrat, Gandhinagar News, Gujarati news

  આગામી સમાચાર