હાર્દિક પટેલે સમાજ અને કોંગ્રેસે ગુજરાતની જનતાને ગુમરાહ કરી છે: BJP પ્રવક્તા

News18 Gujarati
Updated: March 11, 2019, 3:55 PM IST
હાર્દિક પટેલે સમાજ અને કોંગ્રેસે ગુજરાતની જનતાને ગુમરાહ કરી છે: BJP પ્રવક્તા
ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યા

'હાર્દિક પટેલ કોંગ્રેસના હાથના ઈશારે ઉશ્કેરાટ વેરઝેર ફેલાવવાનું કામ કરતા હતા, જે હવે ઓફિશિયલ કરશે'

  • Share this:
કોંગ્રેસ વર્કિંગ કમિટીની મળનારી બેઠક પહેલા જ પક્ષને ઝટકા પર ઝટકો લાગી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ચેરપર્સન સોનિયા ગાંધી સહિતના નેતાઓ મંગળવારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે જ જામનગર ગ્રામ્યના વધુ એક કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે. ત્યારે બીજેપીનાં પ્રવક્તા ભરત પંડ્યાએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં.

'હાર્દિક પટેલ પહેલાથી જ કોંગ્રેસનાં ઇશારે કામ કરે છે'

પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ અને હાર્દિક પટેલને આડે હાથે લેતા બોલ્યાં કે, 'હાર્દિક પટેલ કોંગ્રેસના હાથના ઈશારે ઉશ્કેરાટ વેરઝેર ફેલાવવાનું કામ કરતા હતા, જે હવે ઓફિશિયલ કરશે. પરંતુ ગુજરાતની જનતા હાર્દિકને ઓળખે છે. તો હું એમને સવાલ પૂંછું છું કે, જે સામાજિક મુદ્દા માટે આંદોલન કર્યું તેનું શું કર્યું ? ઓબીસીમાંથી અનામત મેળવવાનું શુ થયું ? કપિલ સીબબલ સાથે મળીને આખી રાત ફોર્મ્યુલા માટે વાત કરી અને કોંગ્રેસે જવાબ નહોતો આપ્યો તો કેમ કોંગ્રેસમાં કેમ ભળ્યાં તે સમાજને જવાબ આપવો જોઇએ. કોંગ્રેસ ને પૂછવા માંગીએ છે કે હાર્દિક કોંગ્રેસનું પાર્લામેન્ટરી બોર્ડ છે કે જામનગરથી લડવાની જાહેરાત કરે છે? હાર્દિક અને કોંગ્રેસે સમાજ અને ગુજરાતની જનતાને ગુમરાહ કર્યું, આંદોલનથી સમાજનું નુકશાન કર્યું તેનો જવાબ હાર્દિકે આપવો પડશે.'

આ પણ વાંચો : હાર્દિક પટેલ અને કોંગ્રેસે સમાજ, ગુજરાતની જનતાને ગુમરાહ કરી છે: BJP પ્રવક્તા ભરત પંડ્યા


કોંગ્રેસે 5 મુદ્દે માફી માંગવી જોઇએ

તેમણે પ્રહારો કરતા વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસે 5 મુદ્દાની માફી માગતો ઠરાવ કરવો જોઈએ એવી અપીલ કરે છે. સરદાર પટેલને 41 વર્ષ સુધી કેમ ભારત રત્ન એવોર્ડ ન આપ્યો? તેમનું અપમાન અને અવગણના કરી તેની માફી માગવામાં આવે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઈર્શ્યા કરી અને તે માટે ભંગાર શબ્દનો ઉપયોગ કર્યો હતો તેની માફી માગતો ઠરાવ કરવો જોઈએ. હંમેશા કોંગ્રેસે નર્મદાને અટકાવવાનું કામ કર્યું તે ખેડૂત અને જનતાની માફી માગવી જોઈએ. કેન્દ્રમાં કોંગ્રેસ હતી ત્યારે સતત ગુજરાતને અન્યાય કરવાનું કામ કર્યું હતું તેની માફી માગે. આ ગાંધીનાં ગુજરાતમાં કોંગ્રેસે વેરઝેર અને જાતિવાદનું ઝેર ફેલાવ્યુ તેની માફી માગવી જોઈએ. કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતના નેતૃત્વની ઈર્શ્યા કેમ કરે છે, તે સરદાર પટેલ હોય, નરેન્દ્રભાઇ મોદી હોય તો તેનો જવાબ આપવો જોઈએ. વિશ્વાસ છે કે મોદી દિલ્હીમાં છે ત્યારે રાજ્યને માગવું પડતું નથી ને ઝુકવું પડતું નથી તમામ 26 બેઠક જીતશે. કોંગ્રેસે આ પાંચ મુદ્દા પર માફી ઠરાવ રાષ્ટ્રીય કારોબારીમાં પસાર કરવો જોઇએ તેવી હું અપીલ કરૂં છું.'આ પણ વાંચો : હાર્દિક પટેલ 12મીએ કોંગ્રેસમાં જોડાશે, PAASની બેઠકમાં લેવાયો નિર્ણય

બીજેપીની મળશે બેઠક

આ ઉપરાંત ભાજપનાં પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, '12 માર્ચે કમલમ ખાતે 10.30 કલાકે બેઠક યોજાવવાની છે. જેમાં પ્રભારી ઓમ માથુર, જીતુ વાઘાણી અને સીએમ વિજય રૂપાણી હાજર રહેશે. આ ઉપરાંત પ્રદેશનું કોર ગ્રુપ, લોકસભા પ્રભારી, ઈન્ચાર્જ મંત્રી, સાંસદ નિરીક્ષક તમામ હાજર રહેશે. જેમાં કાર્યક્રમ યોજાયા તેનું રિપોર્ટિંગ, વ્યવસ્થા અને ચૂંટણી લક્ષી માર્ગદર્શન અપાશે. આમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ 3 નિરીક્ષકની પેનલ જાહેર કરી છે. જેમાં 3 લોકો હશે, 2 સિનિયર આગેવાન અને 1 મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.'
First published: March 11, 2019, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading