ઉત્તરાખંડ સંકટઃ HCના આદેશને આજે સુપ્રીમ કોર્ટમાં પડકારશે BJP

Parthesh Nair | IBN7
Updated: April 22, 2016, 8:18 AM IST
ઉત્તરાખંડ સંકટઃ HCના આદેશને આજે સુપ્રીમ કોર્ટમાં પડકારશે BJP
ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની જાહેરાતને રદ કરવા અને હરીશ રાવતના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારને પુનઃસ્થાપિત કરવાના ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશથી નારાજ થયેલ બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ મંત્રિયોએ તાબડતોબ બેઠક યોજીને હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની જાહેરાતને રદ કરવા અને હરીશ રાવતના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારને પુનઃસ્થાપિત કરવાના ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશથી નારાજ થયેલ બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ મંત્રિયોએ તાબડતોબ બેઠક યોજીને હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે.

  • IBN7
  • Last Updated: April 22, 2016, 8:18 AM IST
  • Share this:
નવી દિલ્હી# ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની જાહેરાતને રદ કરવા અને હરીશ રાવતના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારને પુનઃસ્થાપિત કરવાના ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશથી નારાજ થયેલ બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ મંત્રિયોએ તાબડતોબ બેઠક યોજીને હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં ઉપસ્થિત રહેલ અટર્ની જનરલ મુકુલ રોહતગીએ બાદમાં કહ્યું કે, તેઓ શુક્રવારે સવારે મુખ્ય ન્યાયાધીશ ટી. એસ. ઠાકુરની પીઠના સમક્ષ મામલાને રજૂ કરશે અને હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપવાની માંગ કરશે.

અમિત શાહના નિવાસ સ્થાને યોજાયેલ બેઠકમાં રોહતગી ઉપરાંત ગૃહ મંત્રી રાજનાથ સિંહ, નાણા પ્રધાન અરૂણ જેટલી, જે પોતે પણ કાયદાના જાણકાર છે, વડાપ્રધાનના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા, ગૃહ સચિવ રાજીવ મહાર્ષિ શામેલ થયા અને હાઇકોર્ટના આદેશના પ્રભાવો અને પાર્ટી અને સરકારના સમક્ષ રહેલ વિકલ્પો પર વિચાર-વિમર્શ કર્યો હતો.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે જ અમેરિકાથી પરત આવેલ જેટલી અને અન્ય નેતાઓને લાગે છે કે, આદેશને પડકાર આપવા માટે પર્યાપ્ત આધાર છે. હાઇકોર્ટના આદેશને મોદી સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. તેઓએ કહ્યું કે, કેન્દ્ર સુપ્રીમ કોર્ટને કહેશે કે, યોગ્યતા બિલને ઉત્તરાખંડ વિધાનસભાની મંજૂરી ન પ્રાપ્ત થતા અને કોંગ્રેસના 9 અસંતુષ્ટ ધારાસભ્યોને ખોટી રીતે અયોગ્ય ગણાવવા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા અમુક આધાર છે.

સરકાર એ દલીલ પણ આપી શકી હોત કે, રાજ્યપાલ કે કે પોલની એક બાદ એક ચાર રિપોર્ટોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ઘોષણા કરવા માટે પર્યાપ્ત આધાર આપ્યા છે. સત્તાવાર સૂત્રોના અનુસાર હાઇકોર્ટની ખંડપીઠનો વિસ્તૃત નિર્ણય આમ તો આવતા સપ્તાહની શરૂઆતમાં જ ઉપલબ્ધ હોવાની સંભાવના છે, પરંતુ આદેશના સારાંશ વાળા ભાગની સાથે કેન્દ્ર સરકાર આ અંગે સ્ટેની માંગ કરશે.
First published: April 22, 2016, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading