પેટા ચૂંટણીઃ ભાજપ શક્તિ પ્રદર્શન માટે તૈયાર, જાણો કયા નેતા ક્યાં રહેશે હાજર?

News18 Gujarati
Updated: September 29, 2019, 5:07 PM IST
પેટા ચૂંટણીઃ ભાજપ શક્તિ પ્રદર્શન માટે તૈયાર, જાણો કયા નેતા ક્યાં રહેશે હાજર?
સીએમ વિજય રૂપાણી, જીતુ વાઘાણી

આવતી કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે સરકાર તથા સંગઠન દ્વારા નોમિનેશન ફોર્મ (Nomination form) ભરતી સમયે 6 બેઠકો પર શક્તિ પ્રદર્શન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

  • Share this:
મયુર માકડિયા, ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં પેટા ચૂંટણી છે ત્યારે આજે દિલ્હી ખાતેથી ભાજપ (BJP) દ્વારા દેશના 13 રાજ્યોની કુલ 32 બેઠકોની પેટા ચૂંટણી (by-Election)માટે ઉમેદવારો માટેના નામ જાહેર કરાયા છે. જેમાં આસામ, બિહાર, છત્તીસગઢ, કેરલ, મધ્યપ્રદેશ, મેઘાલય, ઓડિશા, પંજાબ, રાજસ્થાન સિક્કિમ, તેલગાના, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશના ઉમેદવારોના (candidate) નામ કરાયા જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) 6 બેઠકોના નામ હજુ જાહેર કરાયા નથી ત્યારે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા છે. જોકે આવતી કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાના કારણે સરકાર તથા સંગઠન દ્વારા નોમિનેશન ફોર્મ (Nomination form) ભરતી સમયે 6 બેઠકો પર શક્તિ પ્રદર્શન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તમામ વિધાનસભામાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવારો સાથે પ્રદેશ નેતાઓ તથા સરકારના મંત્રીઓ હાજર રહેશે. જેને લઈને જરૂરી સૂચનાઓ સરકાર અને સંગઠનમાં આપવામા આવી છે. મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, સિનિયર કેબિનેટ મંત્રી, ગૃહ રાજ્ય મંત્રી સહિત પ્રદેશ પ્રમુખ પણ ઉમેદવારી પત્ર ભરવા ઉમેદવાર સાથે હાજર રહશે. સીએમ વિજય રૂપાણી રાધનપુર તો નાયબ સીએમ નીતિન પટેલ ખેરાલુ ઉપસ્થિત રહેશે. જ્યારે ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા બાયડ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ-પેટા ચૂંટણીઃ બેઠકો પર જિલ્લા પ્રમુખને કોરા મૅન્ડેટ સાંજ સુઘીમાં મોકલી દેવાશે

કોણ ક્યાં રહેશે ઉપસ્થિત

રાધનપુર:વિજય રૂપાણી
જીતુ વાઘાણી
કે સી પટેલ
દિલીપ ઠાકોર

થરાદ:
ઇશ્વર પરમાર
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
પરબત પટેલ
દુષ્યંત પંડ્યા

ખેરાલુ:
નીતિન પટેલ
વિભાવરી દવે
જગદીશ પટેલ

લુણાવાડા:
જયદ્રસિંહ પરમાર
ભરત સિંહ પરમાર
શબ્દસરણ બ્રહ્મભટ્ટ
ભાર્ગવ ભટ્ટ

અમરઈવાડી:
આઈ કે જાડેજા
આર સી ફળદુ
કૌશિક પટેલ
એચ એસ પટેલ
કિરીટ સોલંકી
First published: September 29, 2019, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading