LIVE NOW

અરૂણ જેટલી, રાજનાથ સિંહ અને ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં અમિત શાહે ભર્યું ઉમેદવારી પત્ર

ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા અમિત શાહ અમદાવાદમાં મેગા રોડ-શો યોજીને મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલશે.

gujarati.news18.com | March 30, 2019, 2:24 PM IST
facebook Twitter Linkedin
Last Updated March 30, 2019
auto-refresh

Highlights

Load More
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગાંધીનગર લોકસભા સીટથી નામાંકન ભરી દીધુ છે. આ પહેલા રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેઓએ અનેક સ્થળે રોકાઈને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને મીડિયા સાથે વાતચીત કરી.

News18 Indiaના સંવાદદાતા અમિત પાંડેય સાથેની વાતચીત દરમિયાન બીજેપી અધ્યક્ષે યૂપીએ અને એનડીએના સહયોગીઓ પર ટિપ્પણી કરી. શાહે કહ્યું કે, અમે તેવી પાર્ટીઓ સાથે છીએ જે દેશ હિત વિશે વિચારે છે. આ પહેલીવાર નથી કે એનડીએના પાર્ટનર સાથે આવ્યા છે, આ પહેલા પણ એકત્ર થયા છે અને દેશની જનતાને માલૂમ થાય કે કોણ સાચું છે એન કોણ ખોટું.

એર સ્ટ્રાઇકના મુદ્દે અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના લોકો પાકિસ્તાનની ભાષા બોલે છે.

અમિત શાહનો રોડ શો લગભગ બપોરે 1 વાગ્યે પૂરો થયો હતો. બાદમાં તેઓએ ગાંધીનગરમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.