Home /News /madhya-gujarat /

અમને જય જવાનમાં વિશ્વાસ, દલાલી કોંગ્રેસને મુબારક: અમિત શાહ

અમને જય જવાનમાં વિશ્વાસ, દલાલી કોંગ્રેસને મુબારક: અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરતાં આકરા શબ્દોમાં ટીકા કરી. રાહુલ ગાંધીના દલાલી વાળા નિવેદનને વખોડતાં એમણે કહ્યું કે, અમે તો જય જવાનમાં વિશ્વાસ રાખીએ છીએ. બાકી દલાલી શબ્દ કોંગ્રેસને મુબારક.

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરતાં આકરા શબ્દોમાં ટીકા કરી. રાહુલ ગાંધીના દલાલી વાળા નિવેદનને વખોડતાં એમણે કહ્યું કે, અમે તો જય જવાનમાં વિશ્વાસ રાખીએ છીએ. બાકી દલાલી શબ્દ કોંગ્રેસને મુબારક.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરતાં આકરા શબ્દોમાં ટીકા કરી. રાહુલ ગાંધીના દલાલી વાળા નિવેદનને વખોડતાં એમણે કહ્યું કે, અમે તો જય જવાનમાં વિશ્વાસ રાખીએ છીએ. બાકી દલાલી શબ્દ કોંગ્રેસને મુબારક.

વાંચો: પીએમ માટે શું કહ્યું હતું રાહુલ ગાંધીએ

ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે,  અમે સેનાના શૌર્યને સન્માન આપીએ છીએ, સેના જે કામ કરી રહી છે એના પર રાજનીતિ ના થવી જોઇએ. કોંગ્રેસ જ્યારે આરોપ લગાવે છે ત્યારે હું કહેવા માંગુ છું કે, 1971માં જ્યારે યુધ્ધ થયું ત્યારે તમે શું કર્યું હતું? અમારી પાર્ટીએ એ વખતે ક્યારે આવા નિવેદન નથી આપ્યા.

રાહુલ ગાંધીએ જવાનોનું કર્યું અપમાન

દલાલીવાળા નિવેદનને વખોડતાં ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ આવું નિવેદન કરીને દેશની જનતા સાથે દેશના જવાનોનું પણ અપમાન કર્યું છે. જવાનોના લોહીની કોઇ તુલના નહીં

એમના મૂળમાં જ લોચો 

વધુમાં તેમણે કહ્યું કે, દેશમાં ઉત્સાહનો માહોલ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જનતા ગર્વ અનુભવે તો કોંગ્રેસને જો ગર્વ ના થતું હોય તો મને લાગે છે એમના  વિચાર મૂળમાં જ લોચો છે.

એમને જવાબ મળી જશે

દેશમાં નવરાત્રિનો માહોલ છે દિવાળી આવી રહી છે ત્યારે દેશવાસીઓ સેનાના જવાનોના સાહસને બિરદાવી રહ્યું છે. ભાજપ સેનાની સાથે છે. જે લોકો પુરાવા માંગે છે એમને એટલું જ કહેવા માંગુ છું કે પાકિસ્તાનમાં જે હલચલ મચી છે એનું જ એનાલીસીસ કરવામાં આવે તો એમને જવાબ મળી જાય એમ છે.
First published:

Tags: અમિત શાહ, કોંગ્રેસ, દલાલી, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંદી, વડાપ્રધાન, વિવાદીત નિવેદન, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन