વિધાનસભા અધ્યક્ષે ડો. આંબેડકર, મોદીને કહ્યા 'બ્રાહ્મણ'; બીજેપી સાંસદે કહ્યું- 'પક્ષની છબીને નુકસાન થયું'

News18 Gujarati
Updated: April 30, 2018, 12:35 PM IST
વિધાનસભા અધ્યક્ષે ડો. આંબેડકર, મોદીને કહ્યા 'બ્રાહ્મણ'; બીજેપી સાંસદે કહ્યું- 'પક્ષની છબીને નુકસાન થયું'

  • Share this:
નવી દિલ્હીઃ બીજેપી સાંસદ ઉદિત રાજે સોમવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પર પાર્ટીની છબીને ભરપાઇ ન થઈ શકે તેવું 'નુકસાન' પહોંચાડ્યાનો આક્ષેપ લગાવ્યો છે. બીજેપીના સાંસદ 'મોદી અને આંબેડકર તેમના વિશિષ્ટ 'જ્ઞાન'ના ગુણને કારણે 'બ્રાહ્મણ' છે' તેવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા.

આ અંગે સીએનએન-ન્યૂઝ 18 સાથે વાત કરતા અધ્યક્ષ ત્રિવેદીએ તેમની દલીલને યોગ્ય ગણાવવા માટે ભાગવત ગીતાનું ઉદાહણ આપ્યું હતું. "વ્યક્તિની જ્ઞાતિ તેના જન્મ નહીં પરંતુ તેના કર્મને આધારે નક્કી થાય છે. વ્યક્તિ જિંદગી આખી કેવું કામ કરે છે તેનાથી તે બ્રાહ્મણ છે કે નહીં તે નક્કી થાય છે. ગીતા પ્રમાણે કોઈ 'વિદ્વાન' માણસ બ્રાહ્મણ હોય છે."

ત્રિવેદીની ટિપ્પણીને વખોડતા નોર્થ-વેસ્ટ દિલ્હીના બીજેપીના સાંસદ ઉદીત રાજે કહ્યું હતું કે, 'તેમની આવી ટિપ્પણી વાંધાજનક અને અનિચ્છનિય છે. તેમને (ત્રિવેદીને) ખબર નથી કે તેઓ પાર્ટીને આવું સ્ટેટમેન્ટ કરીને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન કરી રહ્યા છે.'

નોંધનીય છે કે ગાંધીનગર ખાતે તાજેતરમાં યોજાયેલા બે દિવસિય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં સંબોધન કરતી વખતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ડો. આંબેડકર અને મોદીને  'બ્રાહ્મણ' અને કૃષ્ણને 'ઓબીસી' કહ્યા હતા.

ઇન્ડિયાન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા ત્રિવેદીએ કહ્યું હતું કે, 'બ્રાહ્મણો ભગવાનને બનાવે છે. હું હંમેશા કહું છું કે ભગવાન રામ ક્ષત્રિય હતા, પરંતુ તેમને ભગવાન બનાવનાર એક ઋષિ હતા. આજે આપણે ગોકુળના ગોવાળોને ઓબીસી કહીએ છીએ. આ ગોવાળને ભગવાન કોણે બનાવ્યા? તેમને ભગવાન બનાવનાર સાંદિપની ઋષિ હતા કે જેઓ એક બ્રાહ્મણ હતા.'

હાલમાં વડોદરાની રાઉપુરા બેઠક પરથી ધારાસભ્ય રહેલા ત્રિવેદીએ બ્રાહ્મણોની 'દૂધને ગરમ કર્યા બાદ તેના ઉપર જામતી મલાઇ' સાથે સરખામણી કરતા કહ્યું હતું કે કોઈ પણ માણસ જે 'વિદ્વાન' છે તે બ્રાહ્મણ છે. ત્રિવેદીએ કહ્યું હતું કે, 'મને એવું કહેતા બિલકુલ સંકોચ નથી થઈ રહ્યો કે ડો. આંબેડકર પણ 'બ્રાહ્મણ' હતા. તેમને તેમના શિક્ષકે ભિમરાવ અટક (સરનેમ) આપી હતી, જે બ્રાહ્મણ અટક છે. કોઈ વિદ્વાન માણસને બ્રાહ્મણ કહેવો કંઈ ખોટું નથી. હું ગૌરવથી એ વાત કહેવા માંગીશ કે મોદીજી પણ બ્રાહ્મણ  છે.'
First published: April 30, 2018, 12:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading