કેન્દ્ર સરકાર કાળું નાણું પરત લાવવા મક્કમ છે : પરેશ રાવલ

Parthesh Nair | Pradesh18
Updated: April 5, 2016, 5:11 PM IST
કેન્દ્ર સરકાર કાળું નાણું પરત લાવવા મક્કમ છે : પરેશ રાવલ
ભાજપ સાંસદ પરેશ રાવલે દત્તક લીધેલા ગામ રાજપુર-જાખોરાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ગામના વિકાસ કાર્યો માટે ગ્રાંટ ફાળવણીની સમિક્ષા કરી હતી. તો સાથે જ ગામમાં રૂ. 1 કરોડના ખર્ચે બની રહેલા આરસીસી રોડનું ખાતમૂહર્ત પણ કર્યું હતુ.

  • Pradesh18
  • Last Updated: April 5, 2016, 5:11 PM IST
  • Share this:
ગાંધીનગર# ભાજપ સાંસદ પરેશ રાવલે દત્તક લીધેલા ગામ રાજપુર-જાખોરાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ગામના વિકાસ કાર્યો માટે ગ્રાંટ ફાળવણીની સમીક્ષા કરી હતી. તો સાથે જ ગામમાં રૂ. 1 કરોડના ખર્ચે બની રહેલા આરસીસી રોડનું ખાતમૂહર્ત પણ કર્યું હતુ.

તેમણે દાવો કર્યો હતો કે, ગામમાં સ્વચ્છતા અને વિકાસ સહિતના જે કામો છે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. ગામની જે પણ સમસ્યાઓ છે તેનો ઝડપથી ઉકેલ આવે તે માટે કામ કરી રહ્યાં છે. ધારાસભ્ય પૂનમ મકવાણાએ ગામના વિકાસની કામગીરીને બિરદાવી હતી અને સાંસદના કામથી ગ્રામજનો ખુશ હોવાનો દાવો કર્યો હતો.

તો બીજી તરફ, પનામા લીક્સમાં બહાર આવેલા ભારતીયોના નામને લઇને વિવાદનો મધપૂડો છંછેડાયો છે, ત્યારે ભાજપ સાંસદ પરેશ રાવલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતુ કે, હજુ નામો બહાર આવ્યા છે પણ સાચી વાત તપાસ બાદ બહાર આવશે. તપાસ થયા બાદ જ નક્કી થઇ શકશે અને ત્યારબાદ પ્રતિક્રિયા આપી શકાશે.

જો કે, તેમણે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર કાળાનાણાંના દૂરઉપયોગને રોકવા કટિબદ્ધ છે. પણ આ સમગ્ર પ્રક્રિયા જટીલ છે અને તેમાં થોડો સમય લાગશે. કેન્દ્ર સરકાર કાળાનાણાંને પાછુ લાવવા મક્કમ છે અને ઇરાદા પણ રાખે છે.
First published: April 5, 2016
વધુ વાંચો
अगली ख़बर