ભાજપનું સદસ્યતા અભ્યાન પોહચ્યું પાકિસ્તાન સુધી!

News18 Gujarati
Updated: September 13, 2019, 11:28 PM IST
ભાજપનું સદસ્યતા અભ્યાન પોહચ્યું પાકિસ્તાન સુધી!
પાકિસ્તાની નાગરીકને બનાવવામાં આવ્યો ભાજપનો સભ્ય

આ પાકિસ્તાની નાગરિક ભાજપનો સભ્ય બન્યો છે તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

  • Share this:
મયુર માંકડીયા, અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપ હજુ પણ પોતાનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 41 લાખ લોકોને ભાજપમાં જોડ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અભિયાનથી ભાજપે નબળા બુથને મજબુત કરવા અને આગામી સમયમાં આવનાર ચૂંટણીઓ જીતવાનો પાયો નાખી રહ્યું છે. પરંતુ આ સદસ્યતા અભિયાન અંતર્ગત હવે ગુજરાત ભાજપે પાકિસ્તાની નાગરિકને પણ ભાજપમાં જોડી દીધો છે.

ભરતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી સદસ્યતા વૃદ્ધિ અભિયાન ચલાવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાષ્ટ્રીય સ્તરેથી 20 ટકા નવા સભ્યો બનાવવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. પરંતુ પ્રદેશ ભાજપ દ્વારા આ લક્ષ્યાંક 50 ટકાનો રાખવામાં આવ્યો હતો. આ પહેલા ના સદસ્યતા અભ્યાનમાં ગુજરાત ભાજપે મિસકોલ કરી ગુજરાતમાં 76 લાખ જેટલા સભ્યોનો વધારો કર્યો હતો, પરંતુ આ વખતે આ 50 લાખ નવા સભ્યો જોડવાનું લક્ષ્યાંક ભાજપે રાખ્યું હતું. જે હજુ પણ પૂર્ણ ન થતા આ સદસ્યતા અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. નવા સભ્યોનો લક્ષ્યાંક પૂર્ણ કરવાની હોળમાં જ હવે ભાજપે એક પાકિસ્તાની નાગરિકને પણ ભાજપનો સભ્ય બનાવી દીધો છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કચ્છને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મીઠી જીલ્લાનાં ગામનો રહેવાસી જયસિંહ ઉર્ફે ભમરસિંહ સવાઇસિંહ મેર છેલ્લા ચારેક વર્ષથી કચ્છનાં નખત્રાણામાં લોન્ગ ટર્મ વિઝા(એલટીવી)માં રહે છે. પરંતુ હાલ તો આ પાકિસ્તાની નાગરિક ભાજપનો સભ્ય બન્યો છે તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

આ મામલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, સદસ્ય અભ્યાન અંતર્ગત નવા સભ્ય બનાવ માટે કાર્યકર્તાનો ભાવ એ મહત્વનો છે. કદાચ એમના ધ્યાનમાં નહી હોય તો તેમને સભ્ય બનાવી નાખ્યા હશે. પાકિસ્તાની નાગરિક વિઝા લઈ અહીંયા આવ્યો હોય મૂળ તે પાકિસ્તાની હોય એવું તમારા માધ્યમથી અમને જાણ થઈ છે. અમે કચ્છ ભાજપના હોદેદારો પાસે આ મામલે માહિતી માગીશું. આ વિષયને અલગ રીતે મૂળવાની જરૂર નથી. હું તો એમ કહું છું કે કચ્છ ભાજપના કાર્યકર્તાને ખબર ન હતી કે તે પાકિસ્તાની છે. પરંતુ પાકિસ્તાની નાગરિકને ખબર છે કે હું વિઝા પર છું. ભાજપ સભ્ય બનાવે કે ન બનાવે તે પાકિસ્તાની છે. તેને ખબર છે ભાજપ સરકાર અને પાકિસ્તાનના સંબધ કેવા છે. તે તેને ખબર હોવી જોઈએ.

જોકે સદસ્યતા અભ્યાન સાથે જોડાયેલો આ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ ગુજરાતના જાણીતા લોક સંગીત કલાકાર હેમંત ચૌહાણનો પણ વિવાદ સામે આવ્યો હતો. તો 370 ડોકટરોને જોડવાના કાર્યક્રમમાં પણ પુરા 370 ડોકટરો નતા થયા.

ભાજપમાં સત્તાવાર રીતે તો સદસ્યતા અભિયાનની અવધી પૂર્ણ થઇ ચુકી છે પરંતુ પ્રદેશ ભાજપ 31 ડીસેમ્બર સુધી આ અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે જોવાનું રહશે કે ડિસેમ્બર મહિના સુધામાં સદસ્યતા અભ્યાન સાથે બીજા કેટલા આ પ્રકારના વિવાદો જોવા મળે છે.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर