અમદાવાદમાં પાટીદાર, ગાંધીનગરમાં બ્રહ્મ સમાજમાંથી બની શકે છે ભાજપ શહેર પ્રમુખ

News18 Gujarati
Updated: November 21, 2019, 6:23 PM IST
અમદાવાદમાં પાટીદાર, ગાંધીનગરમાં બ્રહ્મ સમાજમાંથી બની શકે છે ભાજપ શહેર પ્રમુખ
ગાંધીનગર અને અમદાવાદ શહેર પ્રમુખ બનવા માટે નિરીક્ષકો સામે અનેક લોકોએ દાવેદારી કરી

ગાંધીનગર અને અમદાવાદ શહેર પ્રમુખ બનવા માટે નિરીક્ષકો સામે અનેક લોકોએ દાવેદારી કરી

  • Share this:
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીમાં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે. પ્રદેશ ભાજપના ચાર ઝોનના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવાં આવ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેર આખી બોડીમાં ફેરબદલ આવશે એ નક્કી છે. જેમાં પણ ઘણા દાવેદાર હોવાનું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે બ્રહ્મસમાજ, જયારે અમદવાદ શહેર પ્રમુખ તરીકે પાટીદાર સમાજના નેતાની પસંદગી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે.

પ્રદેશ ભાજપનું ચાલી રહેલ સંગઠન પર્વ અંર્તગત બુથ સમિતિ અને મંડલ સમિતિની રચના પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે હવે પ્રદેશ ભાજપ દ્વારા 41 જિલ્લા પ્રમુખો અને 8 મહાનગર પ્રમુખોની નિમણુંક માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાં આવ્યો છે. ચાર ઝોનમાં ચાર નિરીક્ષકોની ટીમ દ્વારા આ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર અને રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ શહેર સંગઠના પ્રમુખ, મહામંત્રીઓની નિમણૂંક પર સૌની બધાની નજર છે. સૂત્રોનું માનવામાં આવે તો ગાંધીનગર શહેર સંગઠનમાં પ્રમુખ તરીકે બ્રહ્મસમાજ જયારે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પાટીદાર સમાજની પસંદગી થાય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો - ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરી

જો અમદાવાદ શહેરની વાત કરવાં આવે તો હાલમાં પ્રમુખ જગદીશ પંચાલ છે. ત્રણ વર્ષની તેમની ટર્મ પૂર્ણ થયા બાદ તેને બદલામાં આવશે એ નક્કી છે. તેની પાછળના ઘણા કારણો જવાબદાર છે. આમ તો હાલમાં અમદાવાદ શહેરમાં પાટીદાર મતદારો વધારે છે. ગત ટર્મમાં પંચાલને સ્થાન આપવામાં આવ્યું હતું જયારે આ વખતે પાટીદાર નેતાને અમદાવાદ શહેરની કમાન સોપવામાં આવે તેવી શક્યતા રહેલી છે. જગદીશ પંચાલને રિપીટ નહીં કરવામાં આવે તેની પાછળના પણ કેટલાક કારણો છે. જેમાં સૌથી મોટું કારણ છે શહેર સંગઠન પર તેમની યોગ્ય પકડ નથી. તો તેના સ્વભાવના કારણે પણ અનેક ફરિયાદો હાઈ કમાન્ડ સુધી પહોચી છે. તેમના કાર્યકાળમાં વિધાનસભા ચુંટણી દરમિયાન ભાજપની એક સીટ ઘટી છે. જેથી અમદાવાદ શહેર પ્રમુખ બદલવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

શહેર પ્રમુખની રેસમાં સૌથી આગળ હર્ષદ પટેલ છે. તેમની નિમણુક શહેર પ્રમુખ તરીકે થઇ શકે છે. હાલમાં હર્ષદ પટેલ ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ છે અને અમિત શાહના ખુબ નજીકના માનવામાં આવે છે. હર્ષદ પટેલ અત્યાર સુધી ક્યારેય વિવાદમાં આવ્યા નથી એટલે કે સ્વચ્છ છબી ધરાવે છે અને નારણપુરા વિસ્તારના રહેવાસી છે. આ સિવાય મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ ને પણ પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવી શકે છે. અમદાવાદ પૂર્વના સાંસદ પણ શહેર પ્રમુખ બનવાની રેસમાં છે. સૂત્રો કહી રહ્યા છે કે હસમુખ પટેલને ગત ટર્મ દરમિયાન પ્રમુખ બનાવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેના બદલે જગદીશ પંચાલને સ્થાન આપવામાં આવ્યું હતું.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ શહેર પ્રમુખ ભાજપ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના નેતાની પસંદગી કરે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં વર્તમાન શહેર પ્રમુખ મહેન્દ્ર દાસ ની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમને બદલવામાં આવશે તે નક્કી છે. જેની પાછળનું મુખ્ય કારણ એ મહેન્દ્ર દાસનું શહેર સંગઠન પર કોઈ પકડ નથી તે માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગાંધીનગર શહેરમાં પાટીદાર સમાજ પછી બીજા નંબરે બ્રહ્મ સમાજના મતદાર આવે છે. તેમ છતાં બ્રહ્મ સમાજને પૂરતું પ્રતિનિધિત્વ ગાંધીનગર કોર્પોરેશન કે શહેર સંગઠનમાં આપવામાં આવ્યું નથી. આ કારણે પાર્ટી દ્વારા બ્રહ્મ સમાજની પસંદગી કરવામાં આવે તેમ લાગી રહ્યું છે. જો બ્રહ્મ સમાજના દાવેદારોની વાત કરવાં આવે તો વર્તમાન શહેર મહામંત્રી રુચિર ભટ્ટ અને ગુડાના પૂર્વ ચેરમેન આશિષ દવેનું નામ સામે આવે છે. જયારે પાટીદાર સમાજ માંથી ગાંધીનગર શહેર પૂર્વ પ્રમુખ નીતિન પટેલ, વર્તમાન ઉપ પ્રમુખ અતુલ પટેલે દાવેદારી કરી છે. તો ઓબીસી સમાજમાંથી વર્તમાન શહેર મહામંત્રી કનુ ભાઈ દેસાઈએ દાવેદારી કરી છે. વર્તમાન શહેર પ્રમુખ મહેન્દ્ર દાસે પણ પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે.ગાંધીનગર અને અમદાવાદ શહેર પ્રમુખ બનવા માટે નિરીક્ષકો સામે અનેક લોકોએ દાવેદારી કરી છે.ત્યારે જોવાનું એ રહશે કે નિરીક્ષકો અને પ્રદેશ ભાજપનું મોવળી મંડળ કોના નામ પર પસંદગી ઉતારે છે.
First published: November 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading