પેટા ચૂંટણીઃ બેઠકો પર જિલ્લા પ્રમુખને કોરા મૅન્ડેટ સાંજ સુઘીમાં મોકલી દેવાશે

News18 Gujarati
Updated: September 29, 2019, 4:39 PM IST
પેટા ચૂંટણીઃ બેઠકો પર જિલ્લા પ્રમુખને કોરા મૅન્ડેટ સાંજ સુઘીમાં મોકલી દેવાશે
પ્રતિકાત્મક તસવીર

6 વિધાનસભાની પેટાચૂટણીનેલઇને આજે સાંજ સુધીમાં ભાજપ નામોની જાહેરાત કરશે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોને નૉમીનેશન ફોર્મ ભરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.

  • Share this:
મયુર માકડિયા, ગાંધીનગરઃ 6 વિધાનસભાની (Assembly) પેટાચૂટણીને (by election) લઇને આજે સાંજ સુધીમાં ભાજપ નામો ની જાહેરાત કરશે ત્યારે પ્રદેશ ભાજપ (BJP) દ્વારા ઉમેદવારોને નૉમીનેશન ફોર્મ (Nomination form)ભરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. 6 વિધાનસભા બેઠકો પર જિલ્લા પ્રમુખને કોરા મૅન્ડેટ સાંજ સુઘીમાં મોકલી દેવાશે. આજે નામ જાહેર થયા બાદ મૅન્ડેટમા (Mandate) નામ લખાશે ઉમેદવારોને ફોર્મ ભરવામાં કાયદાકીય ગૂચના પડેએ માટે લીગલ સેલને પણ સૂચના અપાઇ છે.

30 સપ્ટેમબર ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાના કારણે પક્ષે લીઘી તકેદારીના ભાગ રૂપે કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, (PM Narendra modi) ભાજપ રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ (Home minister Amit shah), ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામને લઇને આખરી મોહર મારવમા આવશે.

જોકે રાધનપુર અને બાયડ બેઠક પરના ભાજપના ઉમેદવારોના નામને લીલી ઝંડી મળી ગઇ છે. રાધનપુરથી અલ્પેશ ઠાકોર તથા બાયડથી ધવલસિહ ઝાલા ભાજપના ચહેરા બનશે. ત્યારે બંને બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસનો કાર્યક્મ પણ તૈયાર થઇ ગયો છે. બાકીની 4 બેઠકોની વાત કરવામા આવે તો સસ્સપેન્સ યથાવત છે.

લુણાવાડા બેઠકની જો વાત કરવામ આવે તો જે પી પટેલનું નામ મોખરે ચાલી રહ્યુ છે. 10 વર્ષથી તે પાર્ટી પ્રમુખ છે તથા પાર્ટીને વફાદાર હોવાથી તેમની પસંદગી થઇ શકે છે. તો આ નામ સાથે મનોજ પટેલ તથા કે.એચ. માલિવાડનું નામ પણ ચર્ચાઇ રહ્યુ છે. મનોજ પટેલ એ વર્ષ 2017માં રતન સિહ સામે ભાજપના ઉમેદવાર હતા. જોકે એ ચૂટણીમા મનોજ પટેલ ની હાર થઇ હતી રતનસિહ અપક્ષ તરીકે જીત્યા ત્યાર બાદ લોકસભા ચૂંટણીમા ભાજપના ઉમેદવાર બની સાસંદ બન્યા તો થરાદ બેઠક પર શંકર ચૌધરી તેમજ સાસંદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ માથી કોની કિસ્મત જોર કરે છે તેની પર સૌની નજર છે.

આ પણ વાંચોઃ-રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશ સક્રિય, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ખેરાલુ બેઠક પર સાંસદ ભરતસિહ ડાભીના ભાઇ રામસિહ ડાભી તથા કનુ ડાભી માથી કોઇ એકની પસંદગી થશે એવુ માનવામ આવી રહ્યું છે. તો સૌથી વધુ સસ્પેન્સ અમરાઇ વાડી બેઠક માટે છે. આ બેઠક પર ભાજપે ફરી એક વાર પાટીદારને ઉતારવાનુ નક્કી કર્યુ છે જો કે શરૂઆત થી અત્યાર સુઘી આ બેઠક પર 20 થી વધુ લોકોએ ઉેમેદવારી નોંધાવી છે ત્યારે એ.એમ.સી પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન પ્રવિણ પટેલ, કોર્પોરેટર મહેશ પટેલ તથા ગૃહ પ્રધાન પ્રદીપ સિહ જાડેજા ના વિશ્વાસુ કહેવાતા રમેેશ કાંટાનુ નામ ચર્ચા મા છે. ત્યારે આ તમામ બેઠકો પર કોની એન્ટ્રી થશે અને કોની એક્ઝીટ એની પર સૌની નજર છે.
First published: September 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading