કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશના BJP સાથેના સંબંધો ખુલ્લા પડ્યાં!

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશના BJP સાથેના સંબંધો ખુલ્લા પડ્યાં!
જીતુ વાઘાણી સાથે સેલ્ફી

અલ્પેશ અનેક વખત કહી ચુક્યો છે કે તે ભાજપમાં નહીં જોડાય. હવે એ જોવાનું રહ્યું કે અલ્પેશ પોતાના નિવેદનો પર અડક રહે છે કે પછી ગુલાટ મારે છે.

 • Share this:
  સંજય ટાંક/ હિતેન્દ્ર બારોટ, અમદાવાદ : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડી લેનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના સંબંધો ઉઘાડા પડ્યા છે. છઠ્ઠી મેના રોજ અમદાવાદના રાણીપ ખાતે અલ્પેશ ઠાકોરે તેના નવા ઘરનું વાસ્તુપૂજન રાખ્યું હતું. આ વાસ્તુપૂજનમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના બીજેપીના નેતાઓ હાજર રહ્યા હતા. આ બનાવ બાદ હવે અલ્પેશ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો વહેતી થઈ છે.

  બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વાસ્તુપૂજનમાં કોંગ્રેસના નેતાઓ આવ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બીજેપી નેતાઓ સાથે પણ મુલાકાત કરી ચુક્યો છે. એટલું જ નહીં ચૂંટણી પહેલા અનેક વખત એવી અટકળો વહેતી થઈ હતી કે અલ્પેશ ગમે તે ઘડીએ ભાજપમાં જોડાઈ જશે. જોકે, દર વખતે કોંગ્રેસની નેતાગીરીની સમજાવટ બાદ અલ્પેશે કોંગ્રેસ છોડવાની વાતને રદીયો આપ્યો હતો. અંતે લોકસભાની ચૂંટણી પહેલા સમાજને અન્યાય થયો હોવાનું બહાનું આગળ ધરીને અલ્પેશે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો.  અલ્પેશનું નવું ઘર


  ચૂંટણી પરીણામ પછી ભાજપમાં જોડાશે અલ્પેશ?

  જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ સાથે મુલાકાત બાદ એવી અટકળો વહેતી થઈ છે કે અલ્પેશ ઠાકોર લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં જોડાશે. એવી શક્યતા છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિણામ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. જે બાદમાં અલ્પેશનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આશે. અત્રે એ વાત પણ નોંધવી રહી કે અલ્પેશ અનેક વખત કહી ચુક્યો છે કે તે ભાજપમાં નહીં જોડાય. હવે એ જોવાનું રહ્યું કે અલ્પેશ પોતાના નિવેદનો પર અડક રહે છે કે પછી ગુલાટ મારે છે.  અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસ કાર્યરત

  કોંગ્રેસના નેતાઓ સાથે છેડો ફાડીને અલ્પેશ ઠાકોર ભાજપના નેતાઓને પોતાના ઘરે આમંત્રણ આપી રહ્યો છે ત્યારે કોંગ્રેસે પક્ષ સાથે છેડો ફાડી લેનાર અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવાની કવાયત તેજ કરી છે. આ સંદર્ભે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળશે.

  પ્રદીપસિંહ સાથે અલ્પેશ


  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓ બપોરે વિધાનસભાના અધ્યક્ષને મળીને અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા માટે આપેલી અરજી બાબતે ઝડપી કાર્યવાહી કરવાની રજુઆત કરશે.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2019, 08:58 am

  ટૉપ ન્યૂઝ