અમદાવાદ BJPમાં ટિકિટ માટે 'ભવાઈ,' યુવા નેતા લવ ભરવાડે કોર્પોરેટર પ્રજાપતિ પર હુમલો કર્યો

અમદાવાદ BJPમાં ટિકિટ માટે 'ભવાઈ,' યુવા નેતા લવ ભરવાડે કોર્પોરેટર પ્રજાપતિ પર હુમલો કર્યો
ભાજપના નેતા લવ ભરવાડે હુમલો કરતા ગિરિશ પ્રજાપતિને દાખલ કર્યા હોવાની વિગતોના પગલે ખળભળાટ

કોર્પોરેટર ગિરિશ પ્રજાપતિ અને તેમના ભાઈ પર યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડે હુમલો કરતા બંને ભાઈઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી, કંટ્રોલ રૂમમાં પોલીસને મેસેજ મળતા PCR દોડતી થઈ

 • Share this:
  ઋત્વીજ સોંની, અમદાવાદ : રાજ્યમાં આજથી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સંભવિત ઉમેદવારો અને દાવેદારો માટે સેન્સ લેવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદમાં (Ahmadabad) પોતાની પત્નીને ભાજપની ટિકિટ (BJP Ticket) અપાવવા માંગતા યુવા મોરચાના કારોબારી સભ્ય લવ ભરવાડ (Lav Bharwad) દ્વારા કોર્પોરેટર ગિરિશ પ્રજાપતિ (Attack on Girish Prajapati) પર હુમલો કરવામાં આવ્યો હોવાનો અહબેવાલ છે. આ ઘટનામાં ગિરિશ પ્રજાપતિ અને તેમના ભાઈ ઇજાગ્રસ્ત થયા છે. લવ ભરવાડે પોતાની પત્ની માટે ટિકિટ માંગી હતી.

  બનાવની વિગતો એવી છે કે આજે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી હતી ત્યારે નરોડા વિસ્તારમાં ટિકિટ માટે મારામારી થઈ છે. ભાજપના કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિએ પોતાની પત્ની માટે ટિકિટ માંગી હતી જ્યારે લવ ભરવાડે પણ પત્ની માટે ટિકિટ માંગી હતી ત્યારે ઉશ્કેરાયલયેલા લવ ભરવાડે દેવી સિનેમાંથી 50 મીટર દૂર માર માર્યો છે. આ ઘટનામાં ગિરિશ પ્રજાપતિ અને તેમના ભાઈનેઇજા પહોંચતા ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ પણ વાંચો :  જસદણ BJPમાં જૂથવાદ ચરમસીમાએ : ડૉ. બોઘરાના સન્માન સમારોહના પોસ્ટરમાં બાવળિયા 'કપાયા'

  આ મારામારી અંગે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે લવ ભરવાડે કોને માર માર્યો તેની તપાસ કરવામાં આવશે, માર માર્યો હશે કે કેમ તેના અંગે મને માહિતી નથી. કદાચ ઉશ્કેરાટમાં આ વાત બહાર આવી હોય પરંતુ શિસ્ત ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક બાબત છે. આ બાબતે શિસ્ત કમિટી ઘટનાની વિગતો મેળવીને પગલાં ભરશે'

  ભાજપની કહેવાતી શિસ્ત ખુલ્લી પડી ગઈ

  આ અંગે મનપાના પૂર્વ નેતા વિરોધ પક્ષ દિનેશ શર્માએ ચુટકી લીધી હતી. શર્માએ કહ્યું હતું કે આ અંગે ભાજપની કહેવાતી શિસ્ત ખુલ્લી પડી ગઈ છે. ભાજપના નેતાઓ આવી મારામારી કરે તે લોકશાહીમાં શરમજનક બાબત છે. ભાજપનો જૂથવાદ ખુલ્લો પડી ગયો છે'

  આ પણ વાંચો :  સ્થાનિક સ્વરાજની ચૂંટણી : BJP ઇલેક્શન મોડમાં, આજથી સેન્સ પ્રક્રિયા શરૂ, ટિકિટ માટે બનાવ્યા છે નિયમો

  ઘટનાની જાણ થતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રજાપતિ અને ભરવાડની શોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન લવ ભરવાડ અથવા તો ગિરિશ પ્રજાપતિનો કોઈ પતો મળ્યો નથી. જોકે, આ ઘટનામાં કોઈ પણ પક્ષ સામે આવે અને પોલીસ ફરિયાદ કરે તો પોલીસ આગળની કાર્યવાહી કરશે.
  Published by:Jay Mishra
  First published:January 24, 2021, 16:20 pm

  ટૉપ ન્યૂઝ