Home /News /madhya-gujarat /

અમદાવાદ : આ મહિલાએ પોતાના જન્મદિવસે કર્યું ઉમદા કામ, ભાગ્યે જ કોઇ સ્ત્રીનો જીવ ચાલે!

અમદાવાદ : આ મહિલાએ પોતાના જન્મદિવસે કર્યું ઉમદા કામ, ભાગ્યે જ કોઇ સ્ત્રીનો જીવ ચાલે!

વિભૂતિ પરમારે (Vibhuti Parmar)પોતાના વાળ કેન્સર ગ્રસ્ત (Cancer)મહિલાઓ માટે દાન કર્યા

Ahmedabad news- આપણી ભારતીય સંસ્કૃતિમાં વાળએ સ્ત્રીની સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે

અમદાવાદ : કોઈ પણ સ્ત્રી માટે તેનું ઘરેણું લાંબા વાળ હોય છે. વાળને કારણે જ કોઈ પણ સ્ત્રીની સુંદરતા વધારે નિખરે છે. પણ એ જ સુંદર વાળનું કોઈ દાન કરે ખરું? આ પ્રશ્નનો જવાબ સ્વાભાવિક રીતે ના જ આવે. પણ અમદાવાદના (Ahmedabad)દરિયાપુરમાં (Dariapur)રહેતા વિભૂતિ પરમારે (Vibhuti Parmar)પોતાના વાળ કેન્સર ગ્રસ્ત (Cancer)મહિલાઓ માટે દાન કર્યા છે. વિભૂતિ પરમારે પોતે મૂંડન કરાવી પોતાના વાળ ડોનેટ કરી બે વર્ષ અગાઉ વ્યક્ત કરેલી ઈચ્છા તેમણે પૂર્ણ કરી છે.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા વિભૂતિ પરમાર વર્ષ 2020માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દરિયાપુર વોર્ડના ભાજપના ઉમેદવાર રહ્યા હતા. વિભૂતિ પરમારનું કહેવું છે કે બે વર્ષ અગાઉ મને આ વિચાર આવ્યો હતો. સમાચારમાં મેં એક લેડી કોન્સ્ટેબલને આ પ્રકારે વાળ ડોનેટ કરતા જોયા હતા. કેન્સરની સારવારમાં કિમોથેરાપીમાં હેવી દવાઓના ડોઝના કારણે દર્દીના વાળ ખરી જાય છે. જેનાથી હું ઇન્સપાયર થઈ અને મેં હેર ડોનેશનનો વિચાર કર્યો હતો.

કોઈ પણ સ્ત્રી માટે તેનું ઘરેણું લાંબા વાળ હોય છે. વાળને કારણે જ કોઈ પણ સ્ત્રીની સુંદરતા વધારે નિખરે છે.


આ પણ વાંચો - અમદાવાદ : પ્રેમમાં પાગલ ડેપ્યુટી કલેક્ટરની શરમજનક કરતૂત, મહિલાને કરી નાખી હેરાન પરેશાન

હેર ડોનેટ કર્યા પછી કેવી પરિસ્થિતિ આવશે એના વિશે વિચાર્યું નથી પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં વાળએ સ્ત્રીની સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. પણ મેં હિંમત કરીને આ નિર્ણય લીધો છે. મેં છેલ્લા બે વર્ષમાં બે વાર વિચાર કર્યો અને ત્રણથી ચાર યુવતીઓને કેન્સર સામે જાગૃતિ માટે આ કાર્યમાં જોડ્યા હતા. પણ એન્ડ મુવમેન્ટ પર તેઓએ વિચાર બદલી નાખ્યો હતો. આ વખતે પણ ચાર યુવતીઓ તૈયાર થઈ હતી અને અંતે અન્ય બે યુવતીઓએ નિર્ણય પડતો મુક્યો.

યુવતીઓ એ નથી વિચારતી કે કેન્સરના દર્દીઓને આપણા આ વાળ ડોનેટથી ફાયદો થાય કે ના થાય પણ દર્દીઓને માનસિક હિંમત જરૂરથી મળશે. હાલ આ વાળ બોમ્બેની મદદ ફાઉન્ડેશનને કુરિયર કર્યા છે અને ત્યાંથી કેન્સરના દર્દીઓ માટે વિગ બનશે. મહત્વનું છે કે વિભૂતિબેન ભાજપના કાર્યકર હોવાની સાથે ટેકવોન્ડો પ્લેયર છે અને માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે. પરંતુ તેની સાથે સાથે તેમના નામ પ્રમાણે એક મહાન વિભૂતિ પણ છે. જેમણે પોતાના વાળ ડોનેટ કરી ઉમદા કાર્ય કર્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, Cancer, Vibhuti Parmar

આગામી સમાચાર