અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે મંદિરોમાં પ્રાર્થના, સમર્થકો અને કાર્યકર્તાઓમાં ચિંતા

અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે મંદિરોમાં પ્રાર્થના, સમર્થકો અને કાર્યકર્તાઓમાં ચિંતા
અમદાવાદ : ગૃહમંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે મંદિરોમાં પ્રાર્થના, સમર્થકો અને કાર્યકર્તાઓમાં ચિંતા

ગાંધીનગર લોકસભાના ગોતા વોર્ડમા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઘાટલોડિયા સ્થિત વડવાળી જોગણી માતા મંદિર પરિસરમાં આવેલ વડેશ્વર મહાદેવ મંદિરમાં અંખડ મહા મૃત્યુંજય જાપ શરૂ કરાયા

  • Share this:
અમદાવાદ : કોરોના મહામારી આજે સમગ્ર વિશ્વમાં ફેલાઇ છે. આ મહામારીના ઝપેટમાં સામાન્ય જનથી લઇ રાજનેતા, અભિનેતા પણ સંક્રમિત થઇ ચૂક્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાની ઝપેટથી અછુતા રહ્યા નથી. અમિત શાહને કોરોના પોઝિટિવ આવતા તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં ચિંતા ફરી વળી છે . તેવામાં અમિત શાહ જલ્દી સાજા થઇ જાય તે માટે સમર્થકો દ્વારા મંદિરમાં પૂજા પાઠ શરૂ કર્યા છે.

ભાજપ ગોતા વોર્ડના પ્રમુખ કેતન પટેલ અને ભાજપ આગેવાન હરિષભાઇ પટેલ સહિત તેમની ટીમ દ્વારા એક સપ્તાહ સુધી અંખડ મહા મૃત્યુંજય જાપનો સંકલ્પ કર્યો છે. ભગવાન મહાદેવ તેમના પર કૃપા રાખે અને જલ્દી સાજા થઇ દેશ સેવાના કાર્યક્રમના લાગી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.આ પણ વાંચો - સોમનાથ અને હવે રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓનો સિંહ ફાળો

ગાંધીનગર લોકસભાના ગોતા વોર્ડમા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઘાટલોડિયા સ્થિત વડવાળી જોગણી માતા મંદિર પરિસરમાં આવેલ વડેશ્વર મહાદેવ મંદિરમાં અંખડ મહા મૃત્યુંજય જાપ શરૂ કરાયા હતા . એક સપ્તાહ સુધી દિવસ રાત્ર ચોવીસ કલાક અહીં ભગવાન મહાદેવને બિલી પત્ર અને અને અંખડ મહામૃત્યંજય જાપ કાર્યકર્તાઓએ શરૂ કર્યા છે. આ મંદિર સાથે અમિત શાહનો જૂનો નાતો રહ્યો છે. તેમણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. જ્યારે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહ જલ્દી સાજા થઇ જાય અને દેશ સેવામાં લાગી જાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:August 03, 2020, 20:37 pm

ટૉપ ન્યૂઝ