શું ખરડાયેલી છબિ સુધરવા હવે ભાજપ આઇટી સેલ સક્રિય થયું?


Updated: May 26, 2020, 10:03 AM IST
શું ખરડાયેલી છબિ સુધરવા હવે ભાજપ આઇટી સેલ સક્રિય થયું?
પ્રતિકાત્મક તસવીર

ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને આઇટી સેલ મારફતે #StopTargetingGujarat ટેન્ડ્ર કરવામાં આવી રહ્યું છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં કોરોના કેસનો વધારો, આક્રમક ટેસ્ટિંગ વગેરે આક્ષેપ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નહેરાની વિદાય સૌ કોઇ જાણે છે. આ વચ્ચે અચાનક અમદાવાદ મહાનગરપાલિકાએ વોર્ડ દીઠ કેસ આપવાનું બંધ કરી દીધું. બીજી તરફ 24મી મેથી આરોગ્ય સચિવ જયંતિ રવિનું પ્રેસ બ્રિફિંગ બંધ કરવામાં આવ્યું છે. આ બધાનો સાર કાઢીને પરિણામ નક્કી કરવા માટે જનતા જાગૃત છે, પરંતુ અમદાવાદની પરિસ્થિતિ વચ્ચે અચાનક બીજેપી સેલ એક્ટિવ થઇ ગયું છે. ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને આઇટી સેલ મારફતે #StopTargetingGujarat ટેન્ડ્ર કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેન્ડમાં અલગ અલગ મુદ્દે સાચું શું છે અને ખોટું શું છે તેના દાવા-પ્રતિદાવા કરાઈ રહ્યા છે.

અચાનક ટ્વીટરના માધ્યમથી વિજય નહેરાને શા માટે હટાવાયા એ મુદ્દો ઉઠ્યો છે. એટલું જ નહીં વિજય નહેરાએ ખાનગી લેબને આપેલી ટેસ્ટિંગની પદ્ધતિ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. આ તમામ મુદ્દાઓને દરેક મીડિયા હાઉસ દ્વારા ઉઠાવવામાં આવ્યા ત્યારે હવે ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે મીડિયા વેચાઈ ગયેલી અને મસાલેદાર સમાચાર કહીને પોતાની જ પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે.શું વિજય નહેરા હોમ ક્વૉરન્ટાઇનનું નાટક કરતા હતા?

આ સવાલ એટલે ઉઠી રહ્યો છે કારણ કે, વિજય નહેરા શા માટે હોમ ક્વૉરન્ટીન થયા તેનો જવાબ તેમણે પોતે પણ ગર્ભિત રીતે આપી દીધો હતો. એટલે જ તેમણે રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવ્યું હતું. મુદ્દો અને વાત કોણ કયા હોદ્દા પર કામ કરે છે તે નથી પરંતુ અમદાવાદની પરિસ્થિતિ હજી સુધી કાબૂમાં કેમ નથી આવી તે છે.

લૉકડાઉનમાં છૂટછાટ વચ્ચે રોજના અમદાવાદના કેસ 250થી ઉપર આવે છે. બીજી તરફ સરકારી હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ પરેશાન છે. સવાલ એ છે કે અણધારી આફ્તથી અમદાવાદને શું આઇટી સેલ બચાવી શકશે?કોરોના મહામારીમાં આક્ષેપ ખુલાસો અને મીડિયા પર હાથ ઉઠાવવો સફળતાની નિશાની છે કે પછી નિષ્ફળતાનું ફ્રસ્ટ્રેશન અને ટેન્શન.
First published: May 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading