Home /News /madhya-gujarat /કોંગ્રેસના 'છોલે-ભટૂરે' ઉપવાસ સામે ભાજપના નેતાઓના 'ગરમી-ભૂખપ્રૂફ' ઉપવાસ'!

કોંગ્રેસના 'છોલે-ભટૂરે' ઉપવાસ સામે ભાજપના નેતાઓના 'ગરમી-ભૂખપ્રૂફ' ઉપવાસ'!

    પહેલા કોંગ્રેસે છોલે-ભટુરેની પાર્ટી કરીને ઉપવાસ કર્યા, અને હવે ભાજપે હાઈપ્રોફાઈલ ઉપવાસ કર્યો. આ હાઈપ્રોફાઈલ ઉપવાસમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી. જેમાં ઠંડા-પીણા અને ફુડ પેકેટથી લઈને કુલર સુધીની વ્યસ્થા કરવામાં આવી. જેથી ઉપવાસ દરમિયાન નેતાઓને ગરમી પણ ન થાય અને ભુખ પણ ન લાગે. આ બધુ જોતા તો એવું લાગે છે કે આ ઉપવાસ નથી પરંતુ નેતાઓ માત્ર દેખાવો કરી રહ્યાં છે. કે અમે મોદીના સમર્થનમાં છીએ. ત્યારે સવાલ એ થાય કે શું મોદીનું સમર્થન આ રીતે કરાય?

    2019ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનો હાઈપ્રોફાઈલ દેખાવ સામે આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીના સમર્થનમાં ગુજરાતના મોટાભાગના નેતાઓ ઉપાવાસ પર બેઠા. પણ માત્ર દેખાવ માટે જ. કારણ કે જે જગ્યા પર ધરણા કરવામાં આવ્યા તે જગ્યા પર પાણીનો વેડફાડ એટલી હદે કરવામાં આવ્યો કે જે પાણી કદાચ એક સોસાયટી માટે વપરાતું હોય તો તેના માટે પુરતુ હતું. આ સાથે જ ઠંડા પીણા અને લીંબુ શરબતની બોટલો પણ રાખવામાં આવી. પરંતુ એ છુપાવી છુપાવીને રાખવામાં આવી. તો વળી નેતાઓને જરા પણ પરસેવો ન વળે તે માટે કુલર લગાવવામા આવ્યા.



    વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં લાલ દરવાજા ખાતે ભાજપના નેતાઓ ઉપવાસ પર બેઠા. પરંતુ જે ઉપવાસનું સ્થળ હતું. તેની બિલકુલ પાછળની સાઈડ લીંબુ શરબત અને ઠંડા પીણાંની બોટલનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આ સાથે જ અહીંયા ફુડ પેકેટ પણ રાખવામાં આવ્યા હતા. અને અહીં આ સ્ટેજ પાછળ વીવીઆઈપી સિવાય કોઈ પ્રવેશ કરી શકે નહિં. મહત્વનું છે કે ઉપવાસ પર બેઠેલા તમામ નેતાઓ આ બેક સ્ટેજની મુલાકાત લઈ ચૂક્યા છે. જો કે આ ઠંડાપીણા કોઈ કાર્યકર્તાઓને અપાયા નથી. માત્ર ઉપવાસ પર બેઠેલા વીવીઆઈપી નેતાઓ માટે જ રાખવામા આવ્યા છે. તો વળી ઉપવાસના સ્થળ પરથી ફુડ પેકેટ પણ મળી આવ્યા. અહીં નેતાઓને ગરમી ન થાય તે માટે કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.





    આ તરફ રાજકોટમાં પણ આવી જ ઘટના બની અહી ઉપવાસ સ્થળ પર 8-8 કુલર મુકવામાં આવ્યા અને ત્યાર બાદ નેતાઓ ઉપવાસ પર ઉતર્યા. આ ઘટના છે રાજકોટના ઢેબર રોડ પરની. અહીં મોટી વાત એ છે કે પીવાના પાણીના ટેન્કર અહીં કુલર માટે ઠલવવામાં આવ્યા હતા.



    આમ આ તમામ હાઈવોલ્ટેજ ડ્રામાએ ભાજપની ઇજ્જતના લીરે લીરા ઉડાવી દીધા છે. કારણ કે એક તરફ પ્રજાજનો પાણી માટે વલખા મારી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ ભાજપના નેતાઓ પીવાના પાણીને કુલરમાં નાખીને ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. અહીં પાણીનો વેડફાટ એટલી હદે કરવામાં આવ્યો કે, જો કદાચ આ પાણી કોઈ એક સોસાયટીને આપવામાં આવે તો તે સોસાયટીને પુરતુ થઈ જાય તેટલું હતું.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Bhajap, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन