Home /News /madhya-gujarat /

જૂનાગઢ અને આણંદ બેઠક માટે ભાજપમાં અવઢવ, છેલ્લી ઘડીએ આવી શકે છે નવું નામ

જૂનાગઢ અને આણંદ બેઠક માટે ભાજપમાં અવઢવ, છેલ્લી ઘડીએ આવી શકે છે નવું નામ

ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ

છેલ્લા બે દિવસથી ભાજપમાં લોકસભાની જૂનાગઢ અને આણંદ બેઠક માટે ઉમેદવારોના નામને લઇને પેચ ફસાયેલો છે.

    મયુર માકડિયા, ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. ત્યારે ગુજરાતમાં આગામી 23 એપ્રિલે મતદાન યોજાનાર છે. ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આવી સ્થિતિમાં પોતાના મનગમતા ઉમેદવારોના નામ યાદીમાં ન આવતા લોકો નારાજ પણ થયા છે. તો કેટલીક જગ્યાએ ઉમેદવારોના નામને લઇને પણ અવઢવ ચાલી રહી છે. જૂનાગઢ અને આણંદ બેઠક માટે ભાજપમાં અવઢવ ચાલી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસથી ભાજપમાં લોકસભાની જૂનાગઢ અને આણંદ બેઠક માટે ઉમેદવારોના નામને લઇને પેચ ફસાયેલો છે. ભાજપને આ બે બેઠકો માટે યોગ્ય ઉમેદવાર ન મળતા ભાજપ મૂંજવણમાં મૂકાયેલી છે. આવી સ્થિતિમાં આ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવા માટે વિલંબ થઇ રહ્યો છે.

    સુત્રોના જણાવ્યા પ્રમાણે જૂનાગઢમાં પૂર્વ સાંસદ દિનુબોઘા સોલંકીએ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવા માટે માંગણી કરી છે. ત્યારે યોગ્ય ઉમેદવારો સામે ન આવતા ભાજપ તેમના પરિવારના સભ્ય તરફ ઉમેદવારીના નામ માટે નજર દોડાવી શકે છે.

    આ પણ વાંચોઃ-અમિત શાહ સામે ગાંધીનગરમાંથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે શંકરસિંહ

    તો આણંદ બેઠક ઉપર રાજેશ ચુડાસમાને રિપીટ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. આમ બે દાવેદારોના લોબિંગના કારણે ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થતાં છેલ્લી ઘડીએ કોઇ નવું નામ પણ આવી શકવાની શક્યતાઓ સુત્રો સેવી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Anand, Constituencies, ગાંધીનગર`, જૂનાગઢ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन