મીડિયા પર વિવાદિત ટ્વીટ કરવા બદલ BJP નેતાગીરીએ ઋત્વિજ પટેલ, પંકજ શુક્લાનો ઉધડો લીધો


Updated: May 26, 2020, 1:51 PM IST
મીડિયા પર વિવાદિત ટ્વીટ કરવા બદલ BJP નેતાગીરીએ ઋત્વિજ પટેલ, પંકજ શુક્લાનો ઉધડો લીધો
જીતુ વાઘાણી, ડૉ. ઋત્વિજ પટેલ (ફાઇલ તસવીર)

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ઋત્વિજ પટેલ સાથે વાતચીત કરી ટ્વીટ ડિલિટ કરવાની સૂચના આપી, મુખ્યમંત્રીએ આ વાતની ગંભીર નોંધ લીધી.

  • Share this:
અમદાવાદ : પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે (Rutvij Patel) મીડિયા પર કરેલા વિવાદિત ટ્વીટ (Tweet)બદલ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી (Gujarat BJP President Jitubhai Vaghani) સહિત વરિષ્ઠ નેતાઓએ ઋત્વિજ પટેલ આ સમગ્ર મામલે ઠપકો આપી તાત્કાલિક ટ્વીટ ડિલીટ કરી દિલગીરી વ્યક્ત કરવાની સૂચના આપી હતી.

ઋત્વિજ પટેલના આ વિવાદિત ટ્વીટ મામલે માહિતી આપતા પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, "મીડિયા સામેના આ પ્રકારનાં ટ્વીટથી મીડિયાનાં મિત્રોની જેમ મને પણ દુ:ખ થયું છે, આઘાત લાગ્યો છે. હું, ભાજપ સરકાર હમેશાં મીડિયા ફ્રેન્ડલી રહ્યાં છીએ. આ ટ્વીટના જાણ થતાં જ પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ડૉ. ઋત્વિજ પટેલ સાથે વાત કરીને તેમને સૂચના આપી હતી. ઋત્વિજ પટેલે તાત્કાલિક ટ્વીટ ડિલિટ કરીને દિલગીરી વ્યક્ત કરી હતી. સાથે જ પ્રદેશ પ્રમુખે સોશિયલ મીડિયાનાં કન્વીનરને પણ આ પ્રકારની કોઈ ભૂલ ન થાય તે માટેની તાકીદ કરી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ વિષયને ગંભીરતાથી લીધો છે."

ડૉ. ઋત્વિજ પટેલનું ટ્વિટ


આ પણ વાંચો :  વધુ ટેસ્ટ કરાવીશું તો કુલ વસ્તીના 70% લોકો પોઝિટિવ આવી શકે છે : રાજ્ય સરકાર

ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, "મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે. લોકશાહીની પ્રહરી છે. ભાજપ મીડિયાને હમેશાં સન્માનની નજરે જુએ છે. મીડિયાની હકારાત્મકતા જ કોરોના સામેની લડાઈ લડવા માટેનું લોકોને મજબૂત મનોબળ પૂરું પાડે છે. અમે મીડિયા જગતની જનહિત, દેશહિતની કામગીરી, કોરોના સામે જનજાગૃતિનાં કાર્યને બિરદાવીએ છીએ અને હ્રદયપૂર્વકનાં અભિનંદન આપીએ છીએ. અમે જનતાની સાથે છીએ. મીડિયાની સાથે છીએ."

ડૉ. ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કરી માફી માંગી.
સૂત્રોન જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ એ ટ્વીટર પર ભાજપના નેતાઓ દ્વારા મીડિયાને કરવામાં આવેલા ટાર્ગેટ અંગે ઋત્વિજ પટેલ સહિત આઇટી સેલના કન્વીનર પંકજ શુક્લાનો પણ ઉધડો લીધો હતો.
First published: May 26, 2020, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading