પેટા ચૂંટણીનાં પરિણામો બાદ અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપનાં પ્રમુખ બદલાશે?

News18 Gujarati
Updated: October 15, 2019, 9:18 AM IST
પેટા ચૂંટણીનાં પરિણામો બાદ અમદાવાદ શહેર અને જિલ્લા ભાજપનાં પ્રમુખ બદલાશે?
પ્રતિકાત્મક તસવીર

ભારતીય જનતપાર્ટી માં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે પરંતુ પેટા ચુંટણીનાં કારણે કામગીરી પર બ્રેક વાગી ગઈ છે.

  • Share this:
મયુર માંકડિયા, અમદાવાદ : ભારતીય જનતપાર્ટી માં હાલ સંગઠન પર્વ ચાલી રહ્યું છે પરંતુ પેટા ચુંટણીનાં કારણે કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. પેટા ચુંટણીના પરિણામ જાહેર થતાં જ સંગઠનમાં ફેરફાર નક્કી માનવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યનાં આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેર અને જીલ્લા પ્રમુખ સહિત આખી બોડીમાં ફેરબદલ આવશે એ નક્કી છે. જેમાં પણ ઘણા દાવેદાર હોવાનું ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે તો શહેર અને જીલ્લા બંનેમાં પાટીદારને પ્રમુખ તરીકે સ્થાન મળે એમ માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેર અને જીલ્લામાં પાટીદાર ફેક્ટર ચાલે તેવી શક્યતા રહેલી છે

હાલમાં રાજ્યમાં પેટા ચુંટણી યોજાનાર છે તો બીજી તરફ ભાજપની બુથ સમિતિની રચના પણ કરવામાં આવી રહી છે. રાજ્યનાં તમામ બુથ સમિતિની રચના થયાના તુરંત બાદ રાજ્યના તમામ જીલ્લાનાં પ્રમુખ બદલી નવા પ્રમુખની રચના કરવામાં આવે તેવી પૂરી શક્યતા રહેલી છે. જેમાં જો અમદાવાદ શહેર અને જીલ્લાની વાત કરીએ તો બંનેમાં પાટીદાર નેતાને સ્થાન મળે તેવી શક્યતા રહેલી છે. કાસ્ટ ફેક્ટર અને સિનીયોરીટી સાથે જ જૂથ મુજબ રચના થાય તેવી શક્યતા રહેલી છે.

શહેર પ્રમુખને રિપિટ ન કરવા પાછળનાં કેટલાક કારણો

અમદાવાદ શહેરમાં હાલમાં પ્રમુખ જગદીશ પંચાલ છે. ત્રણ વર્ષની તેની ટર્મ પૂર્ણ થયા બાદ તેને બદલામાં આવશે એ નક્કી છે. તેની પાછળનાં ઘણાં કારણો જવાબદાર છે. આમ તો હાલમાં અમદાવાદ શહેરમાં પાટીદાર મતદારો વધારે છે ગત ટર્મમાં પંચાલને સ્થાન આપવામાં આવ્યું હતું જયારે આ વખતે પાટીદાર નેતાને અમદાવાદ શહેરની કમાન સોપવામાં આવે તેવી શક્યતા રહેલી છે. જગદીશ પટેલને રિપીટ નહિ કરવામાં આવે તેની પાછળના પણ કેટલાક કારણો છે. જેમાં સૌથી મોટું કારણ શહેર સંગઠન પર તેમની યોગ્ય પકડ નથી તો તેના સ્વભાવના કારણે પણ અનેક ફરિયાદો હાઈ કમાંડ સુધી પહોચી તો તેના કાર્યકાળમાં વિધાનસભા ચુંટણી દરમિયાન ભાજપની એક સીટ ઘટી છે. જેથી અમદાવાદ શહેર પ્રમુખ બદલવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : બિનસચિવાલયની પરીક્ષાઓની તારીખે નવા નિયમો અનુસાર જાહેર થશેઃ નીતિન પટેલપાટીદાર ફેક્ટર ચાલે તેવી શક્યતા

શહેર પ્રમુખની રેસમાં સૌથી આગળ હર્ષદ પટેલ છે. તેમની નિમણૂંક શહેર પ્રમુખ તરીકે થઇ શકે છે. હાલમાં હર્ષદ પટેલ ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ છે અને અમિત શાહનાં ખૂબ નજીકના માનવામાં આવે છે. હર્ષદ પટેલ અત્યાર સુધી ક્યારેય વિવાદમાં આવ્યા નથી. તેમની છબી સ્વચ્છ છે. તેઓ નારણપુરા વિસ્તારનાં રહેવાસી છે. તો આ ઉપરાંત મણિનગરનાં ધારાસભ્ય સુરેશ પટેલને પણ પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવી શકે છે. સૂત્રો કહી રહ્યા છે કે હસમુખ પટેલને ગત ટર્મ દરમિયાન પ્રમુખ બનાવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેના બદલે જગદીશ પંચાલને સ્થાન આપવામાં આવ્યું હતું.

આર.સી. પટેલ બદલાઇ શકે છે

તો બીજી તરફ અમદાવાદ જીલ્લાની વાત કરીએ તો અમદાવાદ જીલ્લામાં હાલમાં પ્રમુખ તરીકે આર.સી. પટેલ છે. આમ તો સીધી રીતે તે વિવાદમાં આવ્યા નથી પરંતુ તે પણ સંગઠનને સાથે લઈને ચાલવામાં નિષ્ફળ હોવાની ફરિયાદો પ્રદેશ સ્તરે થઇ છે. તો ગત લોકસભા ચૂંટણી દરમિયાન પણ ગાંધીનગર સીટની યોગ્ય કામગીરી નહિ કરી હોવાની ફરિયાદો પણ હાઈ કમાંડ સુધી પહોચી હતી. બોપલ નગરપાલિકાને લઈને પણ ભાજપમાં ઘણા વિવાદો થયા જેથી આર.સી. પટેલને બદલવાનું નક્કી માનવામાં આવે છે. તેમના સ્થાને જો નવા પ્રમુખની નિમણૂંક કરવામાં આવે તો પ્રાથમિકતા પાટિદાર નેતાને આપવામાં આવે તેમ ચર્ચાઈ રહ્યું છે.

જીલ્લા પ્રમુખ બનવાની રેસમાં સૌથી આગળ કોણ?

વિરમગામનાં પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ જીલ્લા પ્રમુખ બનવાની રેસમાં સૌથી આગળ છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમને ટિકિટ ફાળવવામાં આવી હતી. જેમાં તેમની હાર થઇ હતી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં તેમની પકડ સારી છે. તો ભાજપમાં આવ્યા બાદ તેમના પર કોઈ દાગ લાગ્યો નથી. તેઓ પ્રોફેશનથી ડોક્ટર છે.

ક્ષત્રિયને પણ ભાજપ મોકો આપી શકે

તો આ સિવાય ક્ષત્રિયને પણ ભાજપ મોકો આપી શકે છે. જો ક્ષત્રિય નેતાને ટીકીટ આપે તો મહેન્દ્રસિંહ મંડોરા જે જીલ્લા ભાજપમાં હાલમાં ઉપાધ્યક્ષ છે તે જીલ્લામાં ક્ષત્રિય સમાજ પર સારી પકડ ધરાવે છે. અમિત શાહની નજીકનાં માનવામાં આવે છે. તો આ ઉપરાંત શૈલેશ દાવડાને પણ સ્થાન મળી શકે છે. તે સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવે છે અને છેલ્લી 4 ટર્મથી તે જીલ્લા ભાજપમાં મહામંત્રી તરીકે છે. જેથી ભાજપ તેના પર પણ પસંદગીનો કળશ ઢોળી શકે છે.
First published: October 15, 2019, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading