ગુજરાત ભાજપના મોટા સમાચાર : જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે રીપીટ થાય તેવી શક્યતા

News18 Gujarati
Updated: January 14, 2020, 4:34 PM IST
ગુજરાત ભાજપના મોટા સમાચાર : જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે રીપીટ થાય તેવી શક્યતા
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ફાઇલ તસવીર

ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપના નેતાઓની બેઠક યોજાઈ. સંગઠનના નવા માળખામાં કોને સ્થાન મળશે? ચર્ચાનો વાયરો

  • Share this:
અમદાવાદ : લાંબા સમયથી અટવાઈ ગયેલી ગુજરાત ભાજપના પ્રદેશ માળખાની નવી સંરચના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ઉત્તરાયણના પર્વ નિમીતે વતનમાં આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અને ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને અમદાવાદમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આખું ગુજરાત જ્યારે ઉંધિયાની જ્યાફત માણી એકબીજાન પેચ કાપમાં વ્યસ્ત હતું ત્યારે ગુજરાત ભાજપમાં પણ કોનો પેચ કપાશે અને કોની પતંગ ચગશે તેનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ મિટીંગમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીને રીપિટ કરવામાં આવે તેવી ચર્ચા થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે પ્રદેશ ભાજપના નેતાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે સંગઠનની સંરચના અંગે ચર્ચા કરી છે.સંભવિતોના નામનો છેદ ઉડાડી અને કોને હોદ્દાઓ આપવા તેના વિશે ખાનગી રાહે ચર્ચા થઈ છે. જીતુ વાઘાણીનું પ્રદેશ પ્રમુખ તરીકે પુનરાવર્તન લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. એવી સતત ચર્ચાઓ હતી કે વાઘાણીનો 'પતંગ' કપાશે પરંતુ આજે થયેલી ચર્ચામાં વાઘાણીનો 'પતંગ' ઉડશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો : ગોઝારી ઉત્તરાયણ : પતંગ-દોરીના કારણે સર્જાયેલા અકસ્માતમાં બેનાં મોત, ડઝન જેટલા લોકોનાં ગળાં કપાયાં

વિધાનસભામાં બોલવાની તક ન મળ્યા બાદ માહોલ ગરમ હતો

તાજેતરમાં વિધાનસભામાં CAAના બીલના સમર્થનમાં ચર્ચા થઈ હતી. બીલની ચર્ચામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ગૃહમાં હાજર હોવા છતાં સરકારે તેમને બોલવાની તક આપી ન હતી. ગુજરાત ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારોની વર્ણીની થવાની છે ત્યારે ઉત્તરાયણ બાદ પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણી નો પતંગ કપાસે છે ઉડશે તેને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સરકારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાત વિધાનસભામાં બન્ને પક્ષોને સભ્ય સંખ્યા ના આધારે વિધાનસભા અધ્યક્ષ દ્વારા સમયની ફાળવણી કરવામાં આવતી હોય છે.આ પણ વાંચો :  બનાસકાંઠાના શિહોરીમાં ગેંગરેપ : સગીરાનું કારમાં અપહરણ કરી ત્રણ શખ્શોએ દુષ્કર્મ આચર્યુ

પાટીદાર ચહેરો, મોદી-શાહના વિશ્વાસુ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એક પછી એક પાટીદારોના શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે. લવ-કુશ સમ્મેલન હોય કે પછી બિઝનેસ સમિટ. ઉમિયા મહોત્સવથી લઈને બિઝનેસ સમિટો સુધીના કાર્યક્રમના માધ્યમથી પાટીદારો તેમની શક્તિનો પરિચય આપી રહ્યા છે તેવામાં રાજ્યના એક પારફૂલ અને વિશાળ તબક્કાને નારાજ કરવાનું કોઈ પણ રાજકીય પક્ષોને પરવડે તેમ નથી. વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ ત્યારે રાજ્યમાં અનામત આંદોલન છવાયેલું હતું. વાઘાણી પાટીદાર ચહેરો હતા તેમજ શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. જોકે, અવારનવાર માધ્યમોમાં વાઘાણીની કામગીરી સામે સવાલો સર્જાયા હતા. ખુદ વડાપ્રધાન મોદી તેમનાથી નારાજ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું

આ પણ વાંચો : ઉત્તરાયણ 2020 : CM રૂપાણીનો પતંગ ઉડતાવેત જ કપાયો! કોંગી નેતાઓએ પણ પેચ લડાવ્યા

વિધાનસભાની પેટાચૂંટણીમાં ધબડકો

તાજેતરમાંજ રાજ્યમાં 6 બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. આ 6 પૈકીની 3 બેઠકો પર ભાજપનો ધબડકો થયો હતો. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત જીવાભાઈ ચૌધરીની હાર થતા ભાજપે રાધનપુર, બાયડ અને અગાઉ જીતેલી થરાદ બેઠક પર હાર મેળવી હતી. આ ઘટનાક્રમ બાદ વાઘાણીની વિદાય સુનિશ્ચિત છે તેવું રાજકીય પંડિતો ચર્ચી રહ્યા હતા. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બદલવાની પ્રક્રિયા વચ્ચે ફરીથી વાઘાણીને પ્રદેશની કમાન સોંપવાના સમાચારો વહેતા થતા ઉત્તરાયણે રાજકીય માહોલ પણ ગરમાયો છે.
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading