તેલ કંપનીઓને કમાવી આપવા ભાજપ સરકાર પ્રજાને લૂંટે છે: કોંગ્રેસ

News18 Gujarati
Updated: April 21, 2018, 7:59 PM IST
તેલ કંપનીઓને કમાવી આપવા ભાજપ સરકાર પ્રજાને લૂંટે છે: કોંગ્રેસ

  • Share this:
અમદાવાદ: દેશના નાગરિકોને પેટ્રોલ-ડીઝલ, ગેસ સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. આ સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યુ છે કે, ભાજપ સરકારની નીતિના કારણે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર વેઠી રહી છે. ૫૫ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પેટ્રોલ ડીઝલના ભાવ-ભાજપ સરકારની દેશવાસીઓને ભેટ આપી છે".

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ અને તેના પર સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં 6 ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાથી સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. સાથો સાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ખાનગી ગેસ કંપનીઓએ સી.એન.જી.-પી.એન.જીની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જ્યારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડિઝલ, સી.એન.જી. –પી.એન.જીમાં સરકાર દ્વારા લૂંટ ચલાવવામાં આવે છે".

દોશીએ વધુમાં આક્ષેપ કર્યો કે, "લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન એમ કહેતા કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦ થી ૪૨૦ ટકાનો વધારો થઈ ગયો છે. મોદી સરકારના મળતીયા ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર – મોદી સરકાર ઉત્સવોમાં મસ્ત છે. છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઈલના ભાવ ઘટાડો છતાં મોદી સરકારના આશીર્વાદથી ઓઈલ કંપનીઓએ દેશના નાગરિકો પાસેથી ૯૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ લૂંટી લીધી છે."
First published: April 21, 2018, 7:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading