Home /News /madhya-gujarat /

...'એકતા' વિખરાઈ ગઈ, માં ઉમિયાનો જયજયકાર !

...'એકતા' વિખરાઈ ગઈ, માં ઉમિયાનો જયજયકાર !

“સ્ટેચ્યૂ ઓફ યુનિટી”ના અનાવરણને લઇ હાલ ગુજરાતભરમાં હાલ ભાજપ સરકારની એકતા યાત્રા ચાલી રહી છે. જો કે, આ એકતા યાત્રામાં ભાજપના જ નેતાઓથી લઇ લોકો હાજર રહેતા ન હોવાથી ફ્લોપ જઈ રહી છે.

“સ્ટેચ્યૂ ઓફ યુનિટી”ના અનાવરણને લઇ હાલ ગુજરાતભરમાં હાલ ભાજપ સરકારની એકતા યાત્રા ચાલી રહી છે. જો કે, આ એકતા યાત્રામાં ભાજપના જ નેતાઓથી લઇ લોકો હાજર રહેતા ન હોવાથી ફ્લોપ જઈ રહી છે.

    ન્યૂઝ18 ગુજરાતી :

    અત્યારે ગુજરાત બે વિવિધ અને વિરોધાભાસી યાત્રાઓનું સાક્ષી બન્યું છે. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના ઉભા કરેલા વિચાર સાથે સરદારની ઊંચી શાખને મતો અંકે કરવાની નબળી માનસિકતા સાથે ચાલુ થયેલી અને વિખરાઈ રહેલી સરકારી 'એકતા યાત્રા' છે, તો બીજી તરફ પાટીદાર સમાજની એકતા અને સામાજિક જાગૃતિ માટેની પ્રજાને સ્વયંભૂ એકત્રિત કરતી 'ઉમિયા રથયાત્રા' છે. આ બંને યાત્રાઓનો અભ્યાસ કરતા સ્પષ્ટ જણાય છે કે, સરકારી 'એકતા' વિખરાઈ ગઈ છે અને માં ઉમિયાનો જયજયકાર થઇ રહ્યો છે !

    સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યૂ ઓફ યુનિટી”ના અનાવરણને લઇ હાલ ગુજરાતભરમાં હાલ ભાજપ સરકારની એકતા યાત્રા ચાલી રહી છે. જો કે, આ એકતા યાત્રામાં ભાજપના જ નેતાઓથી લઇ લોકો હાજર રહેતા ન હોવાથી ફ્લોપ જઈ રહી છે. જયારે બીજી તરફ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચાલી રહેલી પાટીદારોના ઉમિયા રથયાત્રામાં પાટીદારો સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી રહ્યા છે.

    સરકાર દ્વારા રાજ્યમાં બે તબક્કામાં એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે. આ એકતા યાત્રામાં મોટાભાગના ભાજપના સાંસદો, ધારાસભ્યો કોર્પોરેટરો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેતા નથી. ખાસ કરીને અમદાવાદમાં નીકળેલી એકતા યાત્રાને ખૂબ જ ઓછો પ્રતિસાદ મળ્યો છે. આ યાત્રાને પાટીદારોની વધુ વસતી ધરાવતા અમરેલી, નિકોલ, બાપુનગર અને નરોડા જેવા પૂર્વ વિસ્તારમાં એકતા યાત્રામાં લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી. આ બાબત રાજકીય દૃષ્ટિએ સરકાર માટે ચિંતાજનક છે !

    ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ધારાસભ્યો અને કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ હોવાથી સારો પ્રતિસાદ મળતો નથી. મોટા ભાગની અમદાવાદની વિધાનસભામાં ધારાસભ્યો પણ એકતા યાત્રા જોડાતા નથી. જે ધારાસભ્યો યાત્રામાં જોડાઈ છે તેઓ નિરસ વાતાવરણ જોઈને અધવચ્ચે રવાના થઈ જાય છે. આમ, અમદાવાદ સહિત ગુજરાતના અન્ય જિલ્લા અને તાલુકામાં પણ એકતા યાત્રા ફ્લોપ પૂરવાર થઈ રહી છે.

    બીજી બાજુ વિશ્વ પાટીદાર ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રથયાત્રા શરૂ કરવામાં આવી છે. જેને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મા ઉમિયાની રથયાત્રાને પાટીદાર સહિત અન્ય જ્ઞાતિઓ અને સમુદાયો પણ સત્કારી રહ્યા છે. મજાની વાત તો ત્યાં છે કે, ભાજપના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉમિયા રથયાત્રામાં પગપાળા જોડાય છે, પરંતુ ભાજપ સરકારની એકતા યાત્રામાં આ ધારાસભ્ય રસ દાખવતા નથી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ekta Yatra, Fail, Success, Umiya Yatra, ઉમિયા યાત્રા, એકતા યાત્રા, પાટીદાર, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन