અંગ્રેજો બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

News18 Gujarati
Updated: July 12, 2019, 11:08 AM IST
અંગ્રેજો બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા
અમિત ચાવડાની ફાઇલ તસવીર

'બીજેપી હંમેશા કોઇ સાચી વાત કહે તેને ડરાવવા માટે આવા ખોટા કેસ કરતી આવી છે.'

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : રાહુલ ગાંધીને આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવું પડશે. એડીસી બેંક તરફથી દાખલ કરવામાં આવેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈના દિવસે હાજર થવા માટે સૂચના આપી છે. રાહુલની ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે જુબાની લેવાશે. એડીસી બેંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કરાયેલા માનહાનિના કેસમાં ગત 27 મેનાં રોજ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી છે. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ રુપીયા 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરવામા આવ્યા હોવાની વિગતો જાહેર કરી હતી. આની સામે એડીસી બેંક ડિરેક્ટર દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કરવામાં આવ્યો હતો.આ કેસ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે વાત કરી હતી.

'દેશની પ્રજા રાહુલજી સાથે '

અમિત ચાવડાએ વાત કરતાં જણાવ્યું કે, 'નોટબંધીનાં અણધાર્યા અને અણગઢ નિર્ણય કરાયો જેના કારણે દેશવાસીઓ પરેશાન થયા. ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓએ પાછલા બારણે ભ્રષ્ટ્રાચાર કર્યો. આ બધી જ વાતોને રાહુલ ગાંધીએ વાચા આપી છે. બીજેપી હંમેશા કોઇ સાચી વાત કહે તેને ડરાવવા માટે આવા ખોટા કેસ કરતી આવી છે. રાહુલજી પર આખા દેશમાં અનેક ખોટા કેસો કરવામાં આવ્યાં છે. અમદાવાદમાં રાહુલજી આવી રહ્યાં છે. રાહુલજી સત્યની લડાઇ લડે છે, ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે લડે છે. આખા દેશની પ્રજા રાહુલજી સાથે છે.'
'રાહુલજી પર ખોટા કેસ'

અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, 'ભાજપની એક નીતિ રહી છે કે કોઇપણ તેમની સામે બોલે, તેમના ભ્રષ્ટાચારની વાત કરે તો તેની વાત સાંભળવાની બદલે તેનો અવાજ દબાવવાનાં પ્રયત્નો થાય છે. ભૂતકાળમાં ગુજરાતમાં અનેક આંદોલનમાં ખોટા કેસ કરવામાં આવ્યાં છે તેવી જ રીતે રાહુલજી પર પણ ખોટો કેસ કરવામાં આવ્યો છે.'અમિત ચાવડાએ આગળ જણાવતા કહ્યું કે, 'રાહુલજીએ કહ્યું છે કે અંગ્રેજો સામે પણ કોંગ્રેસ ઝૂકી નથી, ત્યારે પણ સત્યની સાથે લડ્યા હતાં, મજબૂતાઇથી લડ્યા હતા અને હવે બીજી વખત ભાજપ સામે પણ આઝાદીની લડાઇ કોંગ્રેસ એટલી જ મજબૂતાઇથી લડશે.'
First published: July 12, 2019, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading