ગુજરાતમાં ભાજપ જિલ્લા પ્રમુખો અને પ્રદેશ સરચનાનું કોકડું ગુંચવાયું

News18 Gujarati
Updated: December 6, 2019, 10:38 PM IST
ગુજરાતમાં ભાજપ જિલ્લા પ્રમુખો અને પ્રદેશ સરચનાનું કોકડું ગુંચવાયું
ફાઈલ ફોટો

નવું પ્રદેશ માળખું ડિસેમ્બરના અંત સુધીમાં અથવા જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમા અસ્તિત્વમા આવે એવી શક્યતા છે. જિલ્લા પ્રમુખોના નામને લઇને કોકડું ગુચવાયેલું છે ત્યારે નિર્ધારિત સમયથી વિલંબ થાય એવું હાલમા દેખઇ રહ્ચુ છે.

  • Share this:
ગુજરાત ભાજપમાં (Gujarat BJP) સંગઠન સરચના ચાલી રહી છે. જોકે નવું પ્રદેશ માળખું ડિસેમ્બરના અંત સુધીમાં અથવા જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમા અસ્તિત્વમા આવે એવી શક્યતા છે. જિલ્લા પ્રમુખોના (District Presidents) નામને લઇને કોકડું ગુચવાયેલું છે ત્યારે નિર્ધારિત સમયથી વિલંબ થાય એવું હાલમા દેખઇ રહ્ચુ છે.

અત્યાર સુઘી ચૂટંણી સમયે જ દાવેદારો અને ટીકીટ વાંચ્છુકોની હોડ ભાજપના પ્રદેશ નેતૃત્વથી માંડીને કેન્દ્રમાં જોવા મળતી રહી પરંતુ હવે સંગઠનમા પણ પદ હોડ લાગી છે. વોર્ડ પ્રમુખથી માંડી જિલ્લાના માળખામા સ્થાન મેળવવા માટે અનેક કાર્યકર્તાઓ રાજ્યભરમા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત સાથે જ અનેક જગ્યા પર વિરોધનો સૂર ઉઠ્યો હતા. અમદાવાદમા તો ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા કેંડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શિત કરવામા આવ્યો હતો.

બીજી તરફ સીએમમાં મતવિસ્તાર રાજકોટમા જિલ્લા તથા શહેર સંગઠનમાં પોતાના વિશ્વાસુ માણસોને સ્થાન મળે એ માટે કેબિનેટ પ્રઘાન કુવરજી બાવડીયા તથા ભરત બોધરા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે તેવા સંજોગો મા ભાજપ નુ નવુ પ્રદેશ માળખુ વિલંબ મા મુકાયુ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મૃત સમજેલી માતા જીવીત નીકળી, 10 વર્ષે પુત્ર સાથે થયું મિલન

ભાજપના પદ મેળવવા માટે જ્યા એક તરફ કાર્યકર્તાઓમા હોડ લાગી છે ત્યાં બીજી તરફ પસંદગી પ્રક્રિયા સામે કાર્યકર્તાઓમા સખત વિરોધ અને નારાજગી છે. કોંગ્રેસમાંથી ભાજપમા આવનાર પેરાશુટ નેતાઓ અને કાર્યકર્તાઓને સંગઠનમા સારી પોસ્ટમાં ગોઠવાવની તજવીજ ચાલી રહી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ-Photo: આ બાબતમાં ઉર્વશી રૌતેલાએ સલમાન અને શાહરુખ ખાનને પછાડ્યાસાથે જ પાર્ટીના સીનિયર નેતાઓને પણ સાઇડ ટ્રેક કરાઇ રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેને લઇને પણ અસંતોષનો ભડકો થઇ રહ્યો છે. જેની સીધી અસર સંગઠનની કામગીરી પર થઇ રહી છે જોકે આ અંગે મીડિયા સાથે પ્રદેશ પદાધિકારીઓ વાત કરવાની ટાળી રહ્યા છે .

આ પણ વાંચોઃ-ઉત્તર પ્રદેશઃ લગ્ન દરમિયાન ડાન્સરે ડાન્સ બંધ કરી દેતા ગોળી મારી દીધી

ઉલ્લેનીય છે કે ભાજપના સંગઠન ના નિયમ પ્રમાણે જો 60 ટકા જિલ્લામાં પ્રમુખની નિમણૂક થાય તો જ પ્રદેશ પ્રમુખની વરણી થઇ શકે છે. હાલમા જે રીતે કોકડું ગુચવાયું છે જેના કારણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી જિલ્લા પ્રમુખના નામની જાહેરાત શક્ય નથી. જેના કારણે પ્રદેશ સંગઠનનું નવું માળખુ અસ્તિત્વમાં આવવામાં વિલંબ થઈ રહ્યો હોય એવુ લાગી રહ્યું છે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर