AMC કમિશ્નર સામે ભાજપના કાઉન્સીલરોએ બાયો ચઢાવી, પ્રદેશ કોષાધ્યક્ષ પાસે મામલો પહોંચ્યો

News18 Gujarati
Updated: December 9, 2019, 10:53 PM IST
AMC કમિશ્નર સામે ભાજપના કાઉન્સીલરોએ બાયો ચઢાવી, પ્રદેશ કોષાધ્યક્ષ પાસે મામલો પહોંચ્યો
વિજય નહેરાની ફાઈલ તસવીર

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહારાએ ઇંગ્લીશ શબ્દપ્રયોગ કરી ભાજપના સભ્યની સાથે ભારે અશોભનિય વર્તન કર્યુ હોવાનું પણ સામે આવી રહ્યુ છે.

  • Share this:
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો હતો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ (BJP corporators) તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશનરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો હતો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારે હોબાળો મચી ગયો.

જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત કરી હતી. જેની સામે કમિશનરે આ બન્ને સભ્યોને સંતોષકારક જવાબ ન આપતા મામલો વધુ ગરમાયો હતો.

એવું કહેવાય છેકે વેજલપુરના ભાજપના ધારાસભ્ય દિલીપ બગરીયા સાથે તેમને બબાલ થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશનર વિજય નેહારાએ ઇંગ્લીશ શબ્દપ્રયોગ કરી ભાજપના સભ્યની સાથે ભારે અશોભનિય વર્તન કર્યુ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. જેને પગલે ભાજપના તમામ સભ્યોએ ઉભા થઇને કમિશનરના (Commissioner) આ પ્રકારના વર્તન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના સભ્યોનો રોષ જોઇને કમિશ્નર સહીતના અધિકારીઓ બેઠક અધૂરી મૂકીને જતા રહ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.

સાથે જ સમગ્ર મામલો ભાજપના અગ્રણી નેતા, શહેર પ્રભારી તેમજ પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ પાસે પહોંચ્યો છે અને કમિશ્નરની વહેલી તકે બદલી કરવાની પણ માંગ કરાઇ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. સાથે જ ટેક્સ કમિટી, રોડ કમિટી, અને વોટર સપ્લાય કમિટીએ બેઠક મોફ્ફુ કરી હતી.

જેમાં કમિશ્નર આગામી દિવસોમાં માફી નહીં માંગે તો ઉચ્ચ મહુડી મંડળ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દે વિપક્સના નેતા દિનેશ શર્માએ જણાવ્યુ હતુ કે કમિશ્નર કાયમ આ રીતે વર્તે છે અને મેયર પણ માત્ર ભાજપના કાઉન્સીલરોના કાર્ય જ કરે છે તેમ છતા પણ જો ભાજપના કોર્પોરેટરોનું અંગત હિત નહી હોય તો અમે તેમની જોડે છીએ.
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर