Home /News /madhya-gujarat /

ભાજપના કાઉન્સિલરને AMC કમ્પાઉન્ડમાં થયો કડવો અનુભવ, પોલીસ કર્મી સાથે બોલાચાલી 

ભાજપના કાઉન્સિલરને AMC કમ્પાઉન્ડમાં થયો કડવો અનુભવ, પોલીસ કર્મી સાથે બોલાચાલી 

ભાજપનાં કાઉન્સેલર અને પોલીસ વચ્ચે થઇ બબાલ

અમદાવાદ મહાનગર પાલિકાના (Ahmedabad Municipal Corporation) મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે ભાજપ કાઉન્સિલર અને પોલીસ વચ્ચે અપ શબ્દોની ઉગ્ર બોલાચાલી થઇ હતી.

અમદાવાદ મહાનગર પાલિકાના (Ahmedabad Municipal Corporation) મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે ભાજપ કાઉન્સિલર અને પોલીસ વચ્ચે અપ શબ્દોની ઉગ્ર બોલાચાલી થઇ હતી. કાઉન્સિલર અને પોલીસ બબાલનો (Ahmedabad Police) મામલો ડેપયુટી કમિશનર સુધી પહોંચ્યો હતો

અમદાવાદ મહાનગર પાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલર અને રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેને આજે એએમસી ઓફિસ બહાર કડવો અનુભવ થયો હતો. વાહન પાર્કિગ મુદ્દે થયેલ ઉગ્ર બોલાચાલી અપશબ્દો સુધી પહોંચી હતી. એક સમયે મામલો ઉગ્ર થતા છુટાહાથની મારામારી થાય તે પહેલા ત્યા ઉભા રહેલા સિક્યુરિટી ગાર્ડ અને કાઉન્સિલર બન્ને લોકો બાજુમાં લઇ શાંત કર્યા હતા.

AMCની બિલ્ડીંગની સુરક્ષા માટે પોલીસ વિભાગમાંથી DYSP કક્ષાના અધિકારીની નિમણૂક કરાઇ છે . હાલ DYSP જે ડી બ્રહ્મભટ્ટના ડ્રાઇવર સાથે ભાજપ કાઉન્સિલ બોલાચાલીની મામલો ડેપ્યુટી કમિશનર કેબિન સુધી પહોંચ્યો હતો .. પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવાનો બાંહેધરી આપતા કાઉન્સિલર ગુસ્સો શાંત થયો હતો .

કાઉન્સિલર પ્રદિપ દવે જણાવ્યુ હતુ કે જો કાઉન્સિલર તરીકે મને અનુભવ થયો તો સામાન્ય જનતાનું શું થતું હશે . પોલીસ કર્મી દ્વારા સત્તાનો દુર ઉપયોગ કરી મારી સાથે ખોટા શબ્દ સાથે બોલાચાલી કરી હતી . જ્યારે મારુ એક્ટિવા પાર્કિગ કર્યું હતુ તે સમયે DYSP લખેલી ગાડીના ચાલક મારી સાથે અપ શબ્દના વાત કરી હતી. અને તેઓ પોતાની ખાખી પોલીસનો મારી પર રોફ જમાવાનો પ્રયાસ કર્યો હતો . જો આ મામલે મે ડેપ્યુટી કમિશનર ગઢવી સુધી પહોંચ્યો હતો . ડેપ્યુટી કમિશનર દ્વારા DYSP અને કાઉન્સિલર વચ્ચે સમાધાન કરી કાર્યવાહી કરવામાં ખામી આપતા મામલો હાલ થાળે પડ્યો છે

નોંધનિય છે કે કાઉન્સિલર સાથે એએસમીના પોલીસકર્મી જો આ રીતે વ્યવહાર કરે છે તો સામાન્ય માણસ પોતાની રજૂઆત કે અરજ લઇ એએસમી મુખ્ય બિલ્ડીગ પહોંચે છે . અને તેઓને ધર્મના ધક્કા ખાવા પડે છે . એએમસીના બાઉન્સલરો અને પોલીસ કર્મીઓ સામાન્ય વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરતા હશે તેનો ખ્યાલ આવી ગયો છે .
Published by:Margi Pandya
First published:

Tags: Amhedabad Police, BJP Councilor, Pradeep Dave, એએમસી`

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन