VIDEOમાં જુઓ કટકીબાજ કોર્પોરેટર: ગેરકાયદે બાંધકામ માટે ભાજપનાં પુલકિત વ્યાસે લીધા પૈસા

News18 Gujarati
Updated: August 23, 2019, 6:17 PM IST
VIDEOમાં જુઓ કટકીબાજ કોર્પોરેટર: ગેરકાયદે બાંધકામ માટે ભાજપનાં પુલકિત વ્યાસે લીધા પૈસા
બીનઅધિકૃત બાંધકામ ન તોડવા અધિકારીઓ અને નેતાઓની મિલીભગત

બીનઅધિકૃત બાંધકામ ન તોડવા અધિકારીઓ અને નેતાઓની મિલીભગત

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામમાં રાજકીય નેતાઓ અને દક્ષિણ ઝોનના અધિકારીઓ દ્વારા કેવી રીતે કટકી લેવાઇ રહી છે તેનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. આ વીડિયો ભાજપનાં ઇસનપુરનાં કોર્પોરેટર પુલકિત વ્યાસનો છે. તે બીનઅધિકૃત બાંધકામ ન તોડવા માટે રૂપિયા લઇ રહ્યો હતો. ત્યારે કેમેરામાં કેદ થઇ ગયો અને તેનો આખો વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.

નારોલ વિસ્તારમાં લાભા વોર્ડ અને તેની આસપાસ વિસ્તારમાં સરકારી જમીનો પર પચાવી પાડવાનો અને AMCની જમીનોમાં રીતસર ગેરકાયદેસર બાંધકામમાં ભાગ હોવાનો તે આ વીડિયોમાં કબૂલ કરે છે. સોશિયલ મીડિયામાં વીડિયો આવતા ઇસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસ સહિત તમામ અધિકારીઓ અને નેતાઓ હાલમાં ભુગર્ભમાં ઉતરી ગયા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ભાજપ કોર્પોરેટર પુલકિત વ્યાસ ભુમાફિયા પાસેથી બીનઅધિકૃત બાંધકામ ન તોડવા માટે રૂપિયા લઇ રહ્યા છે.

ભાજપ કોર્પોરેટર પુલકિત વ્યાસનો આ વીડિયો ભુમાફિયા એવા ટિના દરબાર દ્વારા ઉતારાયો હોવાનું બહાર આવ્યુ છે. જેમાં ટિના દરબાર ખુદ કહી રહ્યા છે કે સર્વ નંબર 149 જે સરકારી જમીન છે તેમાં ચાર મકાન ગેરકાયેદ બાંધકામ કરેલાં છે. જેના પર તમારા આશિર્વાદ જોઇએ છે. અને બાંધકામ ન તોડવા માટે 1 લાખ 20 હજારની ડિલ નક્કી થાય છે જેના ટોકન પેટે હાલ 10 હજાર રૂપિયા આપવામાં આવે છે.

પુલકિત વ્યાસ પણ સ્પષ્ટ કરે છે કે દક્ષિણ ઝોનના એસ્ટેટ અધિકારી નિલેશ બરડા સુધી આ પૈસા પહોચી જશે. અને તમારી સ્ક્રીમ નહી તોડવામાં આવે.. આ વિડીયોની અગાઉ એક ઓડિયો વીડિયો પણ દક્ષિણ ઝોનના લાભા વોર્ડના સબ ઇન્સ્પેક્ટર અને ત્યાનાં સ્થાનિક કોંગ્રેસ નેતાની સાથે વાતચીતનો વાયરલ થયો હતો.
First published: August 23, 2019, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading