રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસે આ 11 બેઠકો પર ઉતાર્યા છે એક જ જ્ઞાતિનાં ઉમેદવારો

News18 Gujarati
Updated: April 22, 2019, 12:04 PM IST
રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસે આ 11 બેઠકો પર ઉતાર્યા છે એક જ જ્ઞાતિનાં ઉમેદવારો
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં 11 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે એક જ સમાજનાં ઉમેદવારોને ઉતાર્યા છે.

 • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્યમાં આવતીકાલે લોકસભાની ચૂંટણી થવાની છે. આવતીકાલે જ મતદારો મત આપીને નેતાઓનું ભવિષ્ય ઇવીએમમાં કેદ કરશે. જોકે મત ગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોને પસંદ કરવામાં જે રાજકીય સમિકરણોનું ગણિત ગણીયું હતું તે સાચું હતું કે ખોટું. ગુજરાતની 26 બેઠકોમાંથી બે બેઠક SC કેટેગરી માટે તો ચાર બેઠક ST કેટેગરીના ઉમેદવાર માટે રિઝર્વ છે. ત્યારે બાકીની 20 બેઠકોમાંથી 11 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસે એક જ સમાજનાં ઉમેદવારોને ઉતાર્યા છે.

ભાજપ કોંગ્રેસનું જ્ઞાતિય રાજકારણ

ભાજપનાં ઉમેદવારોનું જો જ્ઞાતિય સમીકરણ તપાસીએ તો ભાજપે 5 આદિવાસી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપે 6 પાટીદાર સમાજ, 4 ક્ષત્રિય-ઠાકોર સમાજ, 2 એસસી કેટેગરીનાં, 3 કોળી સમાજ અને 2 બ્રાહ્મણ ઉમેદવાર મેદાને ઉતાર્યા છે જ્યારે એક વણિક, એક ચૌધરી, એક આહિર અને એક પરપ્રાંતિય ઉમેદવાર મેદાને છે.

આ પણ વાંચો: 2014ની ચૂંટણીનું જાણવા જેવું : બારડોલીમાં સૌથી વધારે, પોરબંદરમાં સૌથી ઓછું મતદાન

બીજા પક્ષે કોંગ્રેસે રિઝર્વ બેઠકો ઉપર એસસી કેટેગરીના બે અને ચાર આદિવાસી રિઝર્વ બેઠક ઉપર ચાર આદિવાસી ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત 8 પાટીદાર ઉમેદવાર, 4 બેઠકો ઉપર કોળી સમાજના ઉમેદવાર, 3 બેઠકો ઉપર ક્ષત્રિય-ઠાકોર સમાજના ઉમેદવારો મેદાને છે. એક બેઠક ચૌધરી સમાજ, એક બેઠક લઘુમતી સમાજ, એક બેઠક ઉપર વણિક સમાજ અને એક બેઠક ઉપર રાજપુત સમાજના ઉમેદવારને ઉતાર્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં ચૂંટણી તારીખની જાહેરાત બાદ 524 કરોડનું ડ્રગ્સ, 11 કરોડનો દારૂ જપ્ત11 બેઠક પર ભાજપ-કોંગ્રેસે એક જ જ્ઞાતિના ઉમેદવારોની પસંદગી કરી છે.

 1. બનાસકાંઠા બેઠક પર ભાજપના પરબત પટેલ અને કોંગ્રેસના પરથીભાઈ ભટોળ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બંને આંજણા ચૌધરી સમાજના ઉમેદવાર છે.

 2. પાટણ બેઠકમાં કોંગ્રેસે ઠાકોર સમાજના જગદીશ ઠાકોરને તો સામે ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને ઉતાર્યા છે. બંને ઠાકોર સમાજના ઉમેદવારો છે.

 3. મહેસાણાથી કોંગ્રેસે પાટીદાર સમાજના એ.જે.પટેલને તો ભાજપે પૂર્વ મંત્રી અનિલ પટેલના પત્ની શારદાબહેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

 4. સાબરકાંઠા બેઠક ઉપર 17.82 લાખ મતદારો છે. ભાજપે સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ઉતાર્યા છે.

 5. અમદાવાદ પૂર્વ બેઠક ઉપર 17.89 લાખ મતદારો છે. ભાજપે હસમુખ પટેલને કોંગ્રેસે પાસના નેતા ગીતા પટેલને ઉતાર્યા છે. પાટીદાર, દલિત, હિંદીભાષી નિર્ણાયક છે.

 6. સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકથી કોંગ્રેસે લલિત કથગરા અને ભાજપે મોહન કુંડરિયાને ઉતાર્યા છે. બંને પાટીદાર છે.

 7. પોરબંદર બેઠકથી ભાજપે રમેશ ધડુક અને કોંગ્રેસે લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. બંને પાટીદાર ઉમેદવાર છે.

 8. સુરેન્દ્રનગર બેઠકથી કોંગ્રેસે સોમા ગાંડા પટેલ તો ભાજપે ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાને ઉતાર્યા છે. બંને કોળી સમાજના છે.

 9. જૂનાગઢ બેઠકથી ભાજપના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના પૂંજા વંશ વચ્ચે ટક્કર છે બંને કોળી સમાજના છે.

 10. અમરેલીથી કોંગ્રેસે પરેશ ધાનાણી તો ભાજપે નારણ કાછડિયા એમ બે પાટીદાર વચ્ચે મુકાલબો છે.

 11. જામનગર બેઠકથી ભાજપે પૂનમ માડમ તો કોંગ્રેસે મુળુ કંડોરિયાને ટિકિટ આપી છે. બંને આહીર સમાજના છે.

First published: April 22, 2019, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading