Home /News /madhya-gujarat /

Assembly elections પહેલા રમાશે ભાજપ અને કોંગ્રેસની ક્રિકેટ ટુર્નામેન્ટ, જાણો વિજેતાને કેટલું મળશે ઈનામ

Assembly elections પહેલા રમાશે ભાજપ અને કોંગ્રેસની ક્રિકેટ ટુર્નામેન્ટ, જાણો વિજેતાને કેટલું મળશે ઈનામ

ક્રિકેટ ટૂર્નામેન્ટ

BJP-congess Cricket tournament: દેશમાં આઇપીએલનું (IPL) આકર્ષણ સૌથી વધુ લોકોમાં છે . ત્યારે ભાજપ (BJP) અને કોંગ્રેસ (congress) દ્વારા પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું (Cricket tournament)આયોજન કરી યુવાનો આકર્ષિત કરવાનો પ્રયાસ કરાયો છે.

અમદાવાદઃ વિધાનસભા ચૂંટણી (Assembly elections 2022) નજીક આવી રહી છે . ત્યારે રાજકીય પક્ષનો (political party) નવા મતદાર એટલે કે યુવા મતદારોનો આકર્ષિત કરવા માટે સ્પોર્ટસ એક્ટિવીટી (Sports activity) તરફ આગળ વધ્યો છે. દેશમાં આઇપીએલનું (IPL) આકર્ષણ સૌથી વધુ લોકોમાં છે . ત્યારે ભાજપ (BJP) અને કોંગ્રેસ (congress) દ્વારા પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું (Cricket tournament)આયોજન કરી યુવાનો આકર્ષિત કરવાનો પ્રયાસ કરાયો છે .

યુવાનોમાં સૌથી વધુ ક્રેઝ ક્રિકેટ નો હોય છે . ત્યારે પોતાના રાજકીય પક્ષ પોતાની તરફ યુવાનો આકર્ષિત કરવા ક્રિકેટનો સહારો લઇ રહ્યા છે . ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયું છે . તો કોગ્રેસ દ્વારા રાહુલ ગાંધી પ્રિમિયર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન થયું છે .

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મિડીયા સેલ કન્વિનર કેયરુ શાહે જણાવ્યુ હતુ કે ગુજરાત કોંગ્રસ યુથને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું . 13 ડિસેમ્બર થી અમદાવાદ શહેરના ઓગણજ ખાતે ડે નાઇટ નોક આઉટ રાહુલ ગાંધી પ્રિમયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ accidentનો વિચલિત કરતો live video, બાઈક ચાલકે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

અમદાવાદ શહેરના 24થી વધુ ટીમ ભાગ લેશે . પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવશે . ડે નાઇટ ચાલનાર આ મેચોમા ફાઇનલ જીતનાર વિજેતા ટીમને ૧ લાખ રૂપિયાનું ઇનામ , તેમજ સેકન્ડ ટીમને ૫૦ હજાર અને થર્ડ ટીમને ૨૫ હજારનું ઇનામ અપાશે . આ સાથે મેચનુ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર લાઇવ રહેશે.

આ પણ વાંચોઃ-વડોદરાઃ બે જોડિયા બાળકોને લઈ પત્ની ધો.10 નપાસ lover સાથે ભાગી ગઈ, 4 તોલા Gold પણ લઈ ગઈ

વધુમા કેયુર શાહે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ અમદાવાદથી આર જી ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરી તેની સફળતા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લા અને ગુજરાત કક્ષાએ મેચનું આયોજન કરશે. ભાજપ ગાંધીનગર લોકસભા ક્રિકેટ પ્રિમિયર લાગની તૈયારીઓ શરૂ કરી છે .

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ગાંધીનગરઃ જન્મદિવસની ઉજવણી કરવા જતાં ત્રણ મિત્રોને ડમ્પરે ટક્કર મારી, બર્થડે બોય સહિત બેના મોત

આ ઉપરાત ભાજપ તરફથી પણ ગાંધીનગર લોકસભા પ્રિમિયર લીગનું આયોજન કરાયું છે . લોકસભા બેઠકમાં આવેલા તમામ વિધાનસભા બેઠક દિઠ ક્રિકેટનું આયોજન થશે. સાથે કબડ્ડીનું પણ આયોજન છે. વોર્ડ દિઠ ટીમો ઉતારી ભાજપ પણ યુવા શક્તિ પ્રતિભાને આગળ કરી નવા મતદારો પોતાની તરફ આકર્ષિત કરશે . ભાજપે હજુ ક્રિકેટ મેચની તારીખો ટુંક સમયમાં જાહેર કરશે.
Published by:ankit patel
First published:

Tags: Cricket Fight, Gujarat BJP, Gujarat Congress

આગામી સમાચાર