વિભુ પટેલ/દીપિકા ખુમાણ, અમદાવાદ : આજે રાજ્યસભાની બે બેઠકો માટે ગાંધીનગરમાં સવારે 9 વાગ્યાથી ચૂંટણી થવાની છે, જેનું પરિણામ આજે સાંજે જ આવી જશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને પસંદ કરાયા છે. એસ. જયશંકર ગઇકાલે એટલે ગુરૂવારે મોડી સાંજે અમદાવાદ આવી ગયા હતાં. ભાજપનાં આ બંન્ને ઉમેદવારો આજે સવારે શહેરનાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ખાસ અર્ચના પૂજા કરી હતી. હવે તેઓ ગાંધીનગર પહોંચશે.
અમદાવાદમાં આવી ગયા હતાં અને વિશેષ અતિથિ ગૃહમાં રોકાયા હતાં. તેઓ આજે સવારે જગન્નાથ મંદિરનાં દર્શન કરીને પછી ગાંધીનગર જશે. તેમની સાથે જુગલજી ઠાકોર પણ મંદિરે દર્શન કરવા જશે.
વિદેશમંત્રી ગુરૂવારે ગાંધીનગર આવ્યાં પછી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ધારાસભ્યોની બેઠક યોજીને મોકપોલ કર્યો હતો. આ બેઠકમાં એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ હાજર રહ્યા હતા. ઓગસ્ટ 2017માં પણ કાંધલે અમિત શાહ સહિત ભાજપના ઉમેદવારોને મત આપ્યો હતો. આ વખતે પણ તે ભાજપની પડખે રહેશે.
જગન્નાથ મંદિર ખાતે પૂજા કરી
ગુપ્ત મંત્રણા યોજાઇ હતી
દિલ્હી પરત ફરતા પહેલા અમિત શાહે શાહિબાગ સ્થિત સર્કિટ હાઉસમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે બંધબારણે બેઠક યોજી હતી. ત્રણેય વચ્ચે રાજ્યસભા ચૂંટણીથી લઈને રાજ્યની સાંપ્રત રાજનીતિ સંદર્ભે ગુપ્ત મંત્રણા થઈ હોવાનું કહેવાય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર