ભાજપની યાદીમાં 15 પટેલ, 9 કોળી, 10 ક્ષત્રિય: જાણો આવી જ રસપ્રદ વિગતો

Margi | News18 Gujarati
Updated: November 17, 2017, 6:14 PM IST
ભાજપની યાદીમાં 15 પટેલ, 9 કોળી, 10 ક્ષત્રિય: જાણો આવી જ રસપ્રદ વિગતો
ભાજપે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કા માટે જાહેર કરેલી 70 ઉમેદવારોની યાદીમાં 15 પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ યાદીમાં ચાર મહિલા ઉમેદવારને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કા માટે જાહેર કરેલી 70 ઉમેદવારોની યાદીમાં 15 પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ યાદીમાં ચાર મહિલા ઉમેદવારને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

  • Share this:
ગાંધીનગરઃ ભાજપે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કા માટે જાહેર કરેલી 70 ઉમેદવારોની યાદીમાં 15 પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રથમ યાદીમાં ચાર મહિલા ઉમેદવારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની યાદીમાં કેટલાક નવા ચહેરાનો સામેલ કરવામાં આવ્યા છે તો કેટલાકની ટિકિટ કપાઈ છે. કેટલાક ઉમેદવારોની બેઠક પણ બદલવામાં આવી છે, ત્યારે જોઈએ કોંણ કપાયું અને કોણ ઉમેરાયું?

70 ઉમેદવારોની આ લિસ્ટમાં 15 ઉમેદવારો પાટીદાર, 6 ક્ષત્રિય, 4 મહિલા, 15 કોળી, 2 જૈન, 2 બ્રાહ્મણ ઉમેદવારને સ્થાન સ્થાન આપવામાં આવ્યુ છે. તો આ 16 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. સાવલી બેઠક પરથી પહેલા અપક્ષમાંથી ઉભા રહેતા કેતન ઈનામદારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 લોકોને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે..

નલીન કોટડિયાની ટિકિટ કપાઈ

ગત વર્ષે ધારીથી ધારાસભ્ય રહેલા નલીન કોટડિયાની ટિકિટ કપાઈ છે, તેમની જગ્યાએ દિલિપ સંઘાણીને ટિકિટ આપવામાં આવી છે. દિલિપ સંઘાણી અમરેલીથી અત્યાર સુધી લડતા આવ્યા છે. દિલિપ સાંઘાણીની બેઠક બદલવામાં આવી છે. બાવકુભાઈ ઉંધાડની સીટ બદલાઈ છે, તેમને આ વખતે અમરેલીથી ટિકિટ આપવામાં આવી છે. વર્ષાબેન દોષીની ટિકિટ કપાઈ છે. મહુવાથી ભાવના મકવાણાની ટિકિટ કપાઈ છે, તેની જગ્યાએ તેમના પતિ રાઘવજીભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં તમામ જાતિના લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. હવે 112 બેઠકો માટે ઉમેદવારોની બીજી યાદી ભાજપ ક્યારે જાહેર કરે છે તે જોવું રહ્યું

યાદીમાં કોને કેટલી ટિકિટ

2 જૈન15 પટેલ (4 કડવા પટેલ, 11 લેઉઆ)
4 મહિલા
10 ક્ષત્રિય-રાજપૂત
2 આહીર
2 ચૌધરી
9 કોળી
2 બ્રહ્મણ
1 અનાવીલ બ્રાહ્મણ
1 બારોટ
1 લોહાણા
1 મરાઠી
11 ST
5 ઠાકોર
3 SC
First published: November 17, 2017, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading