પેટા ચૂંટણી જીતવા ભાજપે નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા!

News18 Gujarati
Updated: September 10, 2019, 8:03 PM IST
પેટા ચૂંટણી જીતવા ભાજપે નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજાને મેદાને ઉતાર્યા!
પ્રતિકાત્મક તસવીર

સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકકારી એમ વિધાનસભા દીઠ બે ઇન્ચાર્જના નામોની યાદી આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેર કરવામાં આવી હતી.

  • Share this:
મયુર માંકડિયા, ગાંધીનગર: ગુજરાતમાં આવનારી સાત વિધાનસભાની (By-polls)પેટચૂંટણી માટે પ્રદેશ ભાજપે (BJP)તૈયારી શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સાત વિધાનસભા બેઠકો માટે સરકાર અને સંગઠનમાંથી એક-એક હોદ્દેદારોને વિધાનસભા ઇન્ચાર્જ તરીકેની નિમણૂક આપી છે.

સરકારના એક મંત્રી તથા સંગઠનના એક પદાધિકકારી એમ વિધાનસભા દીઠ બે ઇન્ચાર્જના નામોની યાદી આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેર કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે આજે પ્રદેશ ભાજપે સત્તાવાર રીતે પેટ ચૂંટણી માટેની તૈયારીના શ્રી ગણેશ કર્યા છે. ઉત્તર ગુજરાતની ચાર,મધ્ય ગુજરાતની ત્રણ વિધાનસભા બેઠકો માટે આજે ઇંચાર્જની નિમણૂક કરવામાં આવી છે.

આ સાત વિધાનસભાના ઇન્ચાર્જમાં (In-Charge) મોરફા હડફ વિધાનસભા બેઠક પર ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, અને કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા જયારે લુણાવાડા વિધાનસભા બેઠક પર પ્રદેશ મહામંત્રી ભરતસિહ પરમાર,અને રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર, થરાદ વિદ્યાનસભા બેઠક પર બનાસકાંઠા જિલ્લાના પ્રભારી દુષ્યંત પ્ંડ્યા અને કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા જયારે ખેરાલુ વિધાનસભા બેઠક પર મહેસાણા જીલ્લા પ્રભારી જગદીશ પટેલ અને ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ, અમરાઇવાડી વિધાનસભા બેઠક પર પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજા, અને કેબિનેટ મંત્રી આર. સી. ફળદુ, બાયડ વિધાનસભા બેઠક પર પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી અને ગૃહમંત્રી પ્રદીપસિહ જાડેજા, રાધનપુર વિધાનસભા બેઠક પર પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નિમણૂક કરેલા આ વિધાનસભા ઇંચાર્જમાં એક હોદ્દેદાર સંગઠન માંથી અને બીજા હોદ્દેદાર રાજ્ય સરકારના મંત્રી ને બનાવામાં આવ્યા છે.એટલે કે જે તે વિધાસભામાં ચૂંટણી સંપર્ક અને પ્રચાર દરમ્યાન જો સ્થાનિક પ્રશ્નો સામે આવે તો સંગઠન કક્ષાએ સંગઠનના હોદ્દેદાર દ્વારા અને સરકાર કક્ષાએ સરકારના મંત્રી દ્વારા નિરાકરણ લાવી શકાય।.

આ તમામ વિધાનસભા ઇન્ચાર્જ એ ચૂંટણી સુધી બેઠકો પર સીધી નજર રાખશે. મહત્વનુ છે કે, બાયડ વિધાનસભા અને ખેરાલુ વિદ્યાસભા બેઠક એ અઘરી માનવામાં આવી રહી છે.એટલા માટે જ, આ બેઠકોની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિહ જાડેજા અને ડેપ્યુટી સી.એમ નીતિન પટેલને સોપવામા આવી છે.આ મામલે પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણી એ જણાવ્યું હતું કે, ભાજપા પ્રજાલક્ષી કાર્યો, નીતિ, મૂલ્યો, રાષ્ટ્રવાદી વિચાર તથા રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે વિધાનસભા પેટા ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને સાતેય વિધાનસભા બેઠકો પર વિજય મેળવશે. કોંગ્રેસની ‘‘ભાગલા પાડો અને રાજ કરો’’ તેમજ વોટબેન્કની રાજનીતિ દેશની દુર્દશા માટે જવાબદાર છે. કોંગ્રેસની નિતી હંમેશા રાષ્ટ્રવિરોધી નીતિ રહી છે. ગુજરાતમાં સતત 25 વર્ષથી તથા લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર તમામ 26 બેઠકો પર વિજય અપાવીને જનતાએ ભાજપાને સતત પ્રેમભાવપૂર્વક સાથ આપ્યો છે અને નેતૃત્વવિહીન, નીતિવિહોણી, રાષ્ટ્રવિરોધી કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે,”.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर