બિટકોઇન કૌભાંડઃ નલિન કોટડિયા નેપાળમાં હોવાની આશંકા, શૈલેષ ભટ્ટ પણ પરિવાર સાથે ગાયબ

News18 Gujarati
Updated: June 6, 2018, 6:28 PM IST
બિટકોઇન કૌભાંડઃ નલિન કોટડિયા નેપાળમાં હોવાની આશંકા, શૈલેષ ભટ્ટ પણ પરિવાર સાથે ગાયબ
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. બિટકોઇન કૌભાંડમાં બિલ્ડર શૈલેષ ભટ્ટ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિમ કોટડિયા ઉપર ક્રાઇમ બ્રાન્ચની સતત નજર રહેલી છે.

ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. બિટકોઇન કૌભાંડમાં બિલ્ડર શૈલેષ ભટ્ટ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિમ કોટડિયા ઉપર ક્રાઇમ બ્રાન્ચની સતત નજર રહેલી છે.

  • Share this:
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર બિટકોઇન કૌભાંડમાં એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. બિટકોઇન કૌભાંડમાં બિલ્ડર શૈલેષ ભટ્ટ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિમ કોટડિયા ઉપર ક્રાઇમ બ્રાન્ચની સતત નજર રહેલી છે. ત્યારે નલિન કોટડિયા અને શૈલેષ ભટ્ટ બંને ભારત છોડીને ફરાર થયા હોવાનો ખુલાસો થયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બિટ કોઇન કેસના મુખ્ય આરોપી ભારત છોડીને ફરાર થઇ ગયા છે. નલિન કોટડિયા નેપાળમાં હોવાનો નવો ખુસાલો થયો છે. કોટડિયા પાસે પાસપોર્ટ ન હોવાના કારણે અનેક સવાલો પણ ઊભા થાય છે ત્યારે તે નેપાળમાં હોય તેવી પ્રબળ શંકા સુત્રો સેવી રહ્યા છે. બીજી તરફ બિલ્ડર શૈલેષ ભટ્ટ પણ પરિવાર સાથે ગાયબ થયો છે. શૈલેષ ભટ્ટ વાયા નેપાળ થઇ વિદેશમાં ફરાર થવાની ફિરાકમાં છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોટડિયા અને શૈલેષ ભટ્ટ ગાયબ થયા હોવાના કારણે સીઆઇડી ક્રાઇમની ચિંતામાં વધારો થયો છે. જોકે, તપાસ એજન્સીની ટીમ નેપાળ જઇને પરત ફરી છે. જોકે, તેમને બંને કોઇ ભાળ મળી છે કે કેમ એ હજી જાણવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, બિટકોઈન કૌભાંડ ગત મહિનામાં તાજેતરમાં નલિન કોટડિયાએ CIDને પત્ર લખ્યો હતો. અને CID સમક્ષ હાજર થવા માટેનો સમય માગ્યો હતો. મહત્વનું છે કે હાલ તો નલિન કોટડિયા ભુગર્ભમાં ઉતરી ગયા છે. નલિન કોટડિયાને CIDને પત્ર લખીને 12 મે સુધીની મુદ્દત માગી છે. આ સાથે જ તેમણે શૈલેષ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી આપી છે. પત્રમાં તેને લખ્યું છે કે તેઓ બહાર ગામ હોવાથી તેમને 12 મે સુધીની મુદ્દત આપવામાં આવે. સાથે જ લખ્યું છે કે, 'હું 11 અથવા 12 મેના રોજ ગાંધીનગર ઓફિસમાં હાજર થઈશ', 'મારી સામે ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવામાં આવે', 'હાજર ન થવું તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવી'.

નલિન કોટડિયાએ CIDને લખેલો પત્ર..

'સવિનય સાથે જણાવવાનું કે, 12 કરોડના બિટકોઈન કૌભાંડ મામલે મારા પર લગાવેલા આરોપ બાબતે મને હાજર રહેવાની વિગત મીડિયા દ્વારા મળી હતી. મારા અંગત કામથી હું રાજ્યની બહાર છું. હું તારીખ 11/5/2018ના રોજ પરત આવીશ, જેથી મને હાજર રહેવા માટે મુદ્દત આપવા વિનંતી. તારીખ 11 અથવા 12ના રોજ ગાંધીનગર ખાતે આપની કચેરીએ હું જાતે ઉપસ્થિત રહીશ અને જવાબ આપીશ, કારણ કે આ કેસ સાથે મારે કોઈ સંબંધ નથી. મારી પર ગુનો દાખલ કરતા પહેલા મને સાંભળવો જરૂરી છે, મારે હાજર ન રહેવાનું કોઈ કારણ નથી.'- નલીન કોટડિયા
First published: June 6, 2018, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading