બિટકોઈન કેસ: PI અનંત પટેલને સસ્પેન્ડ કરાયો, નલીન કોટડીયાની થઈ શકે છે ધરપકડ

News18 Gujarati
Updated: April 23, 2018, 8:19 PM IST
બિટકોઈન કેસ: PI અનંત પટેલને સસ્પેન્ડ કરાયો, નલીન કોટડીયાની થઈ શકે છે ધરપકડ

  • Share this:
સુરત બિલ્ડર પાસેથી પૈસા અને બીટકોઈન પડાવી લેવાના મામલે રોજ નવા અડેટ્સ આવી રહ્યા છે. અમે સતત તમને આ ખુબ ચર્ચાસ્પદ કેસ મામલે સતત અપડેસ્ટ આપી રહ્યા છે. તો આજે બિટકોઈન કૌભાંડ મામલે એલસીપી પીઆઈ અનંત પટેલને સસ્પેન્ડ કરાવમાં આવ્યો છે, જ્યારે નલિન કોટડીયાની ધરપકડ થાય તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

આજે આ મામલે ગાંધીનગરમાં ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ડીજીપી શિવાનંદ ઝા સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સમયે શિવાનંદ ઝાએ કહ્યું કે, આરોપી એલસીબી પીઆઈ અનંત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.

નલિન કોટડીયાની ધરપકડ થઈ શકે છે

આ બાજુ બિલ્ડર પાસેથી બિટકોઈન પડાવી લેવાના મામલે નલીન કોટડીયાની ધરપકડ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા પર ગાળીયો કસાય રહ્યો છે કારણ કે એસપી જગદીશ પટેલ અને નલીન કોટડીયા એક જ રિસોર્ટના માલિક છે. આ રિસોર્ટના માલિક હોવાથી તેમની પણ સંડોવણી હોવાની આશંકાએ તેમની ધરપકડ થઈ શકે છે. સીબીઆઈના નાયર વિરુદ્ધ ફરી એકવાર લેખીત ફરિયાદ કરવામાં આવશે, નાયર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલા ન લેવાતા ફરિયાદ કરવામાં આવશે.

એસપી જગદીશ પટેલની ધરપકડ કરાઈ
તમને જણાવી દઈએ કે, 12 કરોડના બિટકોઈન કેસમાં CID ક્રાઈમે અમરેલીના SP જગદીશ પટેલની અટકાયત કરી છે. તેમને નિવેદન લેવા માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે. મહત્વનું છે કે CID ક્રાઈમની ટીમે મોડી રાત્રે 12 વાગ્યાને 20 મિનિટે તેમની અટકાયત કરી હતી. આ પહેલા તેમને સીઆઈડીની ટીમે શનિવારે નિવેદન માટે હાજર રહેવા કહ્યું હતું પરંતુ તેઓ હાજર ન રહેતા સીઆઈડીની ટીમ અટકાયત કરીને તેમને ગાંધીનગર ખાતે લઈ ગઈ છે.હાલ અમરેલીના SPનો ચાર્જ Dy.SP બી.એમ.દેસાઈને સોંપવામાં આવ્યો છે. મહત્વનું છે કે 12 કરોડના બિટકોઈન તોડના કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં પીઆઈ અનંત પટેલ સહિત 10 પોલીસ કર્મચારીઓ સહિત સુરતના વકીલની ધરપકડ કરી હતી. જેમાં સુરતના વકીલની પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો. સુરતના વકીલે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, અમરેલીના એસીપી જગદીશ પટેલનો સંપર્ક હોવાનો ખુલાસો કર્યો હતો. જેના આધારે CID ક્રાઈમની ટીમે મોડી રાત્રે જગદીશ પટેલની અટકાયત કરી હતી.

બિટકોઈન કેસમાં બે પોલીસ કર્મીના જામીન મંજૂર
બિટકોઈન કેસમાં પોલીસ દ્વારા કરોડો રૂપિયાના તોડ કરવાના કેસમાં અમરેલી પોલીસના આરોપી બે પોલીસ કર્મી બાબુ ડેર અને વિજય વાઢેરના જામીન સિટી-સિવિલ સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. સેશન્સ કોર્ટે આદેશ કર્યો છે કે, આરોપીઓ તેમના પાસપોર્ટ જમા કરાવવાના રહેશે, કોર્ટની મંજૂરી વગર ગુજરાત છોડવુ નહીં, સાક્ષીઓ પર દબાણ કરવુ નહીં અને પુરાવા સાથે ચેડા કરવા નહીં, પોલીસ અધિકારીઓને તપાસમાં સહયોગ આપવાનો રહેશે.સુનાવણી દરમિયાન, અરજદારની રજૂઆત હતી કે, આ કેસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે..આ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી, તેથી તેમને જામીન આપવા જોઈએ..જો કે, સીઆઈડી ક્રાઈમના વકીલની રજૂઆત હતી કે, આરોપીઓ પોલીસ કર્મીઓ છે, જો તેમને જામીન મળશે તો કેસની તપાસને અસર થઈ શકે છે..તેથી તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવે. બીજી તરફ, આ જ કેસના આરોપી કેતન પટેલની જામીન અરજી પર પણ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને સેશન્સ કોર્ટે આવતીકાલ સુધી કેતન પટેલની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે.
First published: April 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading